13 વર્ષ પહેલાં પકડાયેલા નકલી તબીબે ફરી લોકોના આરોગ્ય સાથે ચેડાં શરૂ કર્યા
- એસઓજીએ 12 પાસ નકલી તબીબને પકડી દવાઓ અને સાધનો કબજે કર્યા
રાજકોટમાં છાશવારે નકલી ડોક્ટર પકડાતા રહે છે. પરંતુ તેને કારણે બીજા નકલી ડોક્ટરોને કોઈ ફર્ક નુ પડતો હોય તેમ પ્રેકટીસ ચાલુ રાખે છે. એક વધુ એક નકલી ડોક્ટરને એસઓજીએ આજે ઝડપી લીધો હતો.વધુ વિગતો મુજબ,દૂધ સાગર રોડ પરની ભગવતી સોસાયટીમાં આવેલા એક રૂૂમમાં એસઓજીએ દરોડો પાડી નકલી ડોકટર મહંમદફારૂૂક જાનમામદ બ્લોચ (ઉ.વ.53, રહે. રાજીવનગર શેરી નં.5, બજરંગવાડી)ને ઝડપી લીધો હતો.તેના કલીનીકમાંથી એસઓજીના પીઆઇ જે.એમ.કૈલા અને ટીમે એલોપેથીક દવાઓ, અને બીજા સાધનો વગેરે મળી કુલ રૂૂા.13,157નો મુદ્દામાલ કબ્જે કરી આઈપીસી અને મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,આરોપી મહંમદફારૂૂક ર011માં પણ પકડાયો હતો.તે વખતે તેના વિરૂૂધ્ધ થોરાળા પોલીસમાં ગુનો દાખલ થયો હતો.13 વર્ષ બાદ ફરીથી નકલી ડોકટર તરીકે પકડાતા ચર્ચા જાગી છે.તે ધો.12 પાસ હોવાનું એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું.