રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટેન્ડર પ્રક્રિયાને લઇ કલોલ નગરપાલિકામાં ફડાકાવાળી, પ્રજાના કામ ન થતાં હોવાનો આક્ષેપ, જુઓ વિડીયો

07:02 PM Sep 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઇને હોબાળો મચી ગયો હતો. ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવામાં આવતા બે જૂથ સામ-સામે આવી ગયા હતા. કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસીને ઉગ્ર રજૂઆત કર્યા તોડફોડ અને લાફાવાળી કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ હાલ શોસ્યલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રજાના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે 200થી વધુ લોકોનું ટોળું ઘુસી જતા પોલીસ બોલાવવી પડી હતી.

ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીનાં દૃશ્યો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, કલોલ નગરપાલિકામાં વિકાસનાં કામોના રિટેન્ડરિંગને લઇ વિવાદ સર્જાયો હતો.

સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલાં કામોનું ફરીથી રિટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. રિટેન્ડરિંગની માગણી કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેનો ઊધડો લીધો હતો અને પ્રશ્નો કર્યા હતા કે તમે રિટેન્ડરિંગ કેમ માગ્યું, તમે વિકાસનાં કામમાં કેમ રોડા નાખો છો, એમ કહીને ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.

Tags :
gujaratgujarat newsKalolKalol municipalityKalol municipality video
Advertisement
Next Article
Advertisement