આજી ડેમમાં ઝંપલાવી કારખાનેદારનો આપઘાત: બનાવનું કારણ જાણવા પોલીસની મથામણ
હુ ડેમમાં પડવા જાઉં છું, વોટ્સએપમાં છેલ્લો મેસેજ કર્યો, ઘટનાસ્થળેથી એકિટવા રેઢુ મળ્યુંને ડેમમાં તપાસ કરતા મૃતદેહ મળ્યો
મવડી પાસે બાપાસીતારામ ચોક નજીક સોરઠીયા પાર્કમાં રહેતા 30 વર્ષના પટેલ કારખાનેદાર યુવાને આજી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. કારખાનેદાર યુવાન સોમવારે સવારે ઘરેથી કારખાને જવા માટે નીકળ્યો હતો.બાદમાં તેણે પરિવારજનોને ડેમમાં પડવા જાવ છું.
તેવો મેસેજ કર્યો હતો.મળતી વિગતો મુજબ,મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે સોરઠીયા પાર્કમાં રહેતા અંકિતભાઈ ગોબરભાઇ કામાણી(ઉ.વ 30) નામનો પટેલ કારખાનેદાર યુવાન ગઈકાલ સવારે ઘરેથી ટિફિન લઈ કારખાને જવા માટે નીકળ્યો હતો. બાદમાં તેણે પોતાના અંગત પરિવારજનોને હુ ડેમમાં પડવા જાઉં છું તેવો મેસેજ કર્યો હતો. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને યુવાનની શોધખોળ શરૂૂ કરી હતી તેમજ તાલુકા પોલીસમાં ગૂમ નોંધ પણ કરાવી હતી.
સોમવારે આખો દિવસ યુવાની શોધખોળ કર્યા બાદ ગઇકાલે ફરી યુવાનના પરિવારજનો તેની શોધખોળ કરતા હતા.ફાયર બ્રિગેડના સ્ટાફે પણ પાંચ કલાક જહેમત ઉઠાવ્યા બાદ યુવાનનું એકટીવા મળી આવ્યું હતું. બાદમાં આજી ડેમમાં જૈન દેરાસર પાસે યુવાનની લાશ પડી હોવાનું સ્થાનિકે ફાયર બ્રિગેડને જણાવતા ફાયર બ્રિગેડની ટીમે તાકીદે અહીં પહોંચી કારખાનેદાર યુવાન અંકિત કમાણીની લાશ ડેમમાંથી બહાર કાઢી હતી. બનાવના પગલે આજીડેમ પોલીસ મથકના એએસઆઇ મહેશગીરી તથા સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, કારખાનેદાર યુવાન અંકિત બે ભાઈના પરિવારમાં નાનો હતો તેને સંતાનમાં એક પુત્ર છે. આ પરિવાર મૂળ લોધિકાનો વતની છે. પરિવારજનોની પૂછપરછ કરતા યુવાનને કોઈ તકલીફ ન હોવાનું અને તેણે કયાં કારણોસર આ પગલું ભયુ તે અંગે પરિવારજનો અજાણ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કારખાનેદાર યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ કરી છે.