For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની વિદ્યાર્થિનીના ન્યૂડ વીડિયો વાઇરલ કરનાર દિલ્હીનો ફેસબુક ફ્રેન્ડ પોલીસના હાથવેંતમાં

04:34 PM Mar 04, 2024 IST | admin
રાજકોટની વિદ્યાર્થિનીના ન્યૂડ વીડિયો વાઇરલ કરનાર દિલ્હીનો ફેસબુક ફ્રેન્ડ પોલીસના હાથવેંતમાં
  • ન્યૂડ કોલ કર્યા બાદ અવારનવાર ન્યૂડ વીડિયો કોલ માટે ફોર્સ કરતો
  • મોબાઇલમાં બ્લોક કરી દેતા અલગ-અલગ સિમકાર્ડથી કોલ કરી પરેશાન કરતો

રાજકોટમાં રહેતી છાત્રા સાથે સોશિયલ મીડીયા ઉપર મિત્રતા કેળવી, તેના ન્યૂડ વીડીયો તેના કાકાને મોકલનાર દિલ્હીનામાં રહેતાં સચીન યાદવ સામે સાયબર ક્રાઈમના એસીપી વિશાલ રબારીની રાહબરીમાં આઈપીસી કલમ 354 (ડી) અને આઈટી એકટ હેઠળ ગુનો નોંધાયો હતી.આ બનાવમાં આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.છાત્રાએ પોલીસને જણાવ્યું કે,2019-20ની સાલમાં તે મોબાઈલમાં પબજી ગેમ રમતી હતી ત્યારે આરોપીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા સ્વીકારી હતી.જેને કારણે આરોપી સાથે વાતચીત શરૂૂ થઈ હતી. ત્યારબાદ આરોપીએ તેને ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે પણ તેણે સ્વીકારી હતી. આ પછી આરોપી સાથે મેસેન્જરમાંવાતચીત થતી હતી. આરોપીએ તેના મોબાઈલ નંબર મેળવી વોટસએપ ઉપર પણ મેસેજ કરવાનું શરૂૂ કર્યું હતું.

Advertisement

આ રીતે બંને રોજ ચેટ કરતા હતા. એક દિવસ આરોપીએ તેને વીડીયો કોલ કરવાનું કહ્યું હતું. જેથી તેણે વોટસએપ પર વીડીયો કોલ કર્યો હતો. આ પછી એક દિવસ આરોપીએ વોટસએપ પર વીડીયો કોલ કરી ન્યૂડ થવા માટે ફોર્સ કર્યો હતો. જેથી તેમ કર્યું હતું. આ વીડીયો આરોપીએ રેકોર્ડ કરી લીધો હતો. ત્યારબાદ અવારનવાર આરોપી તેને ન્યૂડ વીડીયો કોલ કરવા ફોર્સ કરતો હતો.આખરે તેણે આરોપીના વોટસએપ નંબર બ્લોક કરી દીધા હતા. જેથી આરોપીએ બીજા નંબરો ઉપરથી કોલ કરવાનું શરૂૂ કરી દીધું હતું. એક-બે વખત તેણે બીજા નંબર ઉપર વીડીયો કોલમાં વાતચીત પણ કરી હતી.બાદમાં તેણે તે નંબરો પણ બ્લોક કરી નાખતા આરોપીએ તેને મેસેન્જરમાં એવો મેસેજ કર્યો હતો કે તું મારી સાથે વાત કરી નહીંતર તારા ન્યૂડ વીડીયો વાયરલ કરી નાખીશ.

આ મેસેજ બાદ આઠ મહિના સુધી તેનો આરોપી સાથે કોઈ સંપર્ક રહ્યોં ન હતો.2023ના એપ્રિલ માસમાં આરોપીએ તેના કાકાના ફેસબુક આઈડી પર તેના ફોટા મોકલી કહ્યું કે આ છોકરી મારા મિત્રની ગર્લફ્રેન્ડ છે. બાદમાં તેનાં ન્યૂડ વીડીયો પણ મોકલ્યા હતા. જેને પછીથી ડીલીટ કરી નાખ્યા હતા.આખરે તેણે સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી આપી હતી. જેના આધારે તેના સ્ટાફે તપાસ કરતાં આરોપી તરીકે સચીન યાદવનું નામ ખુલતાં આજે તેના વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે એસીપી વિશાલ રબારીની રાહબરીમાં તપાસ કરતાં આરોપી દિલ્લી હોવાની જાણ થતાં સ્ટાફે દિલ્લીમાં ધામા નાંખ્યા હતાં અને આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement