રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જી.જી.હોસ્પિટલના બ્રધર-કારચાલક વચ્ચે વાહન અથડાવા મુદ્દે સામ સામા હુમલા

12:24 PM Oct 10, 2024 IST | admin
Advertisement

બન્ને પક્ષોની ફરિયાદો નોંધતી સિટી બી ડિવિઝન પોલિસ

Advertisement

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બ્રધર તરીકે ફરજ બજાવતો એક યુવાન બાઈક લઈને પસાર થતો હતો, ત્યારે એક કાર ચાલક સાથે સામસામે આવી જવાના મુદ્દે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં વિનાયક સોસાયટીમાં રહેતો અને જીજી હોસ્પિટલમાં બ્રધર તરીકે ફરજ બજાવતો હેમલગિરી વિજયગીરી ગોસ્વામી, કે જે ગઈ કાલે જયંત સોસાયટી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને પસાર થતો હતો. જે દરમિયાન સામેથી આવેલી એક કારના ચાલકે સામ સામે આવી ગયા પછી તેની સાથે જીભા જોડી કરી હતીઝ અને બંને વચ્ચેના મારામારી ના દ્રશ્ય સર્જાયા હતા.

ત્યારબાદ આ મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બ્રધર હેમલગીરી ગોસ્વામી એ પોતાને માર મારવા અંગે કારના ચાલક રૂૂપેશ વૃજલાલભાઈ તન્ના સામે ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે પણ કાર ચાલક રૂૂપેશ તન્ના એ હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી લીધી છે.

Tags :
attacthospitaljamnaagr
Advertisement
Next Article
Advertisement