For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી

12:08 PM Aug 19, 2025 IST | Bhumika
આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી

પશ્ર્ચિમ કિનારે નવી સીસ્ટમ એક્ટિવ થતા સૌરાષ્ટ્ર્-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે

Advertisement

બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર એરિયા રચાયું છે, જે ટૂંક સમયમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ સિસ્ટમ આજે ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થશે. આના કારણે દેશભરમાં ચોમાસાની પ્રવૃત્તિ વધુ તીવ્ર બનશે. બીજી તરફ, પશ્ચિમ કિનારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મુંબઈમાં 22 ઓગસ્ટ સુધી એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ગુજરાતમાં આગામી 24 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે મંગળવારે 19મી ઓગસ્ટના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.આ સાથે હવામાન વિભાગે, બુધવારે 20મી તારીખે પણ રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 21મીથી વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે. આ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, વિદર્ભ પર રચાયેલું જૂનું લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફ એકબીજા સાથે ભળી ગયા છે. આનાથી ચોમાસાની તીવ્રતામાં વધારો થશે. આના કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. દરમિયાન, કોંકણ કિનારે ચોમાસાના પવનો વધુ મજબૂત બન્યા છે. ગોવાથી ગુજરાતના સુરત સુધીના દરિયાકાંઠાના વિસ્તાર વરસાદથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. મુંબઈમાં પણ મુશળધાર વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે થાણે અને પાલઘરના પડોશી જિલ્લાઓમાં ઓરેન્જ ચેતવણી જારી કરી છે. આ સાથે, આગામી 48 કલાકમાં શહેરમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાત્રે વધુ ભારે વરસાદ પડી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement