ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બોર્ડ બેઠક યોજાઇ, અનેક મહત્ત્વના ઠરાવ
ગુજરાત બાર કાઉન્સિલની એક્સ્ટ્રા ઓર્ડિનરી બોર્ડ મીટિંગ (અસાધારણ બોર્ડ બેઠક) મળી હતી. જેમાં મહત્વના ઠરાવો કરાયા હતા જેમાં સુપ્રીમ કોર્ટના ચૂંટણીના આદેશને સ્વીકારવામાં આવ્યો છે. આ સાથે જ બોર્ડની બેઠકમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી તાત્કાલિક કરાવવા માંગ ઉઠી છે. તે અંગે ઠરાવ કરી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી તેના નિયમ મુજબ તાત્કાલિક કરાવવામાં માટે તેઓ સજ્જ છે.
આ ઉપરાંત વકીલોના વેરિફિકેશન (ચકાસણી)ના મુદ્દાને લઈને ગુજરાતના વકીલોના મતાધિકારને સુરક્ષિત કરવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં 17 તારીખે કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના વકીલોના મતાધિકારને કોઈ રોકી ન શકે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા જે રૂૂ.1.25 લાખની ફી નક્કી થઈ છે, તેની પપૂર્ણ વિચારણાથ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. તેવું ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે.જે. પટેલની યાદીમા જણાવાયું છે.