ભચાઉ જછઙની મંડળીના રૂા.96 લાખની ઉચાપત
તત્કાલીન કેશિયર અને સબ ઓડિટર સામે નોંધાતો ગુનો: છેલ્લા દસ વર્ષથી ‘ગોલમાલ’ ચાલતી હતી
ઠગાઈના બનાવો વધી રહ્યા છે, પરંતુ શિસ્તબદ્ધ ગણાતા પોલીસદળમાં પણ છેતરપિંડી થઈ છે. છેલ્લા દસ વર્ષથી હિસાબોમાં ગોલમાલ કરી ભચાઉ રિઝર્વ પોલીસદળ જુથ 16 ના અધિકારી - કર્મચારીઓના 96.43 લાખની ઉચાપત કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ભચાઉ પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ ડીવાયએસપી યાસીન મહમદ ઈબ્રાહીમભાઈ સંઘીએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તા. 1-4-ર014 થી 31-3-ર0ર3 દરમ્યાન ધી શક્તિ ધીરાણ ગ્રાહક સહકારી મંડળી લિ.માં ફરજ બજાવતા અધિકારી - કર્મચારીઓના નાણાની ઉચાપત કરવામાં આવી હતી. કર્મચારીઓના કુલ્લ 1,14,68,071 નાણાની રસીદ આપી હતી. જો કે આ રકમ બુકમાં ચડાવી ન હતી. તેમજ ખાતામાં જમા ન કરાવી ઉપરાંત 1,78,748 અને 10,18,ર34 રૂૂપિયા બેંક ખાતામાંથી ગેરકાયદેસર ચુકવ્યા હતા. આ રકમ પૈકી ર,8પ,પ40 રૂૂપિયા ર016 થી ર0ર3 દરમ્યાન ઉચક લોન તરીકે જમા લેવામાં આવ્યા હતા. જેમાં નામનો ઉલ્લેખ ન કર્યો તેમજ લોન રજીસ્ટરમાં જમા લીધી ન હતી.
મંડળીના ખાતામાં જમા થયેલ નાણામાં હિસાબોમાં વિસંગતતા સામે આવી છે. હિસાબો કરતા કુલ્લ 96,43,780 રૂૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. જુથ 16 ના સીવીલીયન પોલીસ અધિકારી - કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કરી મંડળીના ખાતામાંથી પોતાના ખાતામાં ચેકથી રૂૂપિયા ગેરકાયદે ટ્રાન્સફર કરી કર્મચારીની જાણ બહાર તેના નામે લોનની રકમ મંજુર કરી પોતાના ખાતામાં જમા - ઉધાર કરી ખોટા હિસાબ કિતાબ બનાવ્યા હતા. ખોટા રેકર્ડને ખરા તરીકે ઉપયોગ કરી વર્ષ ર018 માં થયેલા ઓડીટમાં ઉચાપતમાં વિસંગતતા હોવા છતાં તત્કાલીન સબ ઓડીટર સહકારી મંડળી ગ્રેડ - ર સામતભાઈ એસ. એવારીયાએ ઓડીટ રીપોર્ટમાં કોઈ વાંધો લીધો ન હતો. તેમજ રેકર્ડની ચકાસણી ન કરી ગુનાહીત બેદરકારી દાખવી હતી.જેથી જુથ 16 ના તત્કાલીન કેશીયર એએસઆઈ રાજુભાઈ બી. પવાર અને તત્કાલીન સબ ઓડીટર તેમજ તપાસમાં નિકળે તે ઈસમો સામે ભચાઉ પોલીસમાં છેતરપીંડીની કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની આગળ તપાસ ભચાઉ પીઆઈ એસ. ડી. સીસોદીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસબેડામાં ભારે હલચલ મચી ગઈ છે.