For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ: ખાદ્ય પદાર્થના 22 નમૂના લેવાયા

12:14 PM Sep 10, 2024 IST | Bhumika
ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ  ખાદ્ય પદાર્થના 22 નમૂના લેવાયા
Advertisement

આઇસ ફેક્ટરીઓમા ક્લોરિનેશનનું સ્ટાન્ડર્ડ જાળવવા અને પાણીના રિપોર્ટ તથા કર્મચારીઓના ફિટનેશ રજૂ કરવા સૂચના

જામનગર મહાનગર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાજ્ય સરકારની ડ્રાઈવ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 31 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પરીક્ષણ માટે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

Advertisement

પાલિકાના કમિશનરની સૂચના અનુસાર, આ કાર્યવાહી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાના હેતુથી કરવામાં આવી છે. નમૂના લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોમાં દૂધ, દહીં, પનીર, માવા, પેંડા, ઘી વગેરેનો સમાવેશ થાય છે. નમૂના લેવામાં આવેલા સ્થળોમાં બેડી ગેઈટ, ટાઉનહોલ, ન્યૂ સ્કુલ રોડ, ખંભાળીયા નાકા બહાર, આર્યસમાજ રોડ, 21 દિથપ્લોટ, રણજીતસાગર રોડ, સર્વોદય સોસાયટી, મેહુલનગર, સત્યમ રોડ, ઇન્દિરા માર્ગ, રણજીતનગર, એસ.ટી.બસ સ્ટેશન પાસે, કામદાર કોલોની અને 24 દિથપ્લોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાલિકાએ શહેરની વિવિધ આઈસ ફેક્ટરીઓમાં પાણીમાં ક્લોરીનેશન અંગે તપાસ કરી છે. કેટલીક ફેક્ટરીઓમાં ક્લોરીનેશનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. આવી ફેક્ટરીઓને પાણીમાં સુપર ક્લોરીનેશન જાળવવા અને ક્ષતિગ્રસ્ત આઈસ ક્ધટેનર બદલવાની સૂચના આપવામાં આવી છે.
પાલિકાએ અઠવાડિયા દરમિયાન મળેલી ઓનલાઇન અને ટેલીફોનિક ફરિયાદોનો નિકાલ કરવાની કામગીરી પણ હાથ ધરી છે.

એસ.ડી.એમ. મામલતદારની ફરિયાદના આધારે, પાલિકાની ટીમે તળાવની પાળે આવેલા ડોમિનોઝ પીઝામાં તપાસ કરી છે. આ દરમિયાન ચીઝ, બટર અને પનીરના નમૂના લેવામાં આવ્યા હતા. પેઢીને દિવસ-2માં પેસ્ટ કંટ્રોલ, પાણીના રિપોર્ટ અને કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે.
નમૂનાઓના પરીક્ષણના રિપોર્ટ આવ્યા બાદ, એફએસએસઆઈ-2006 અને નિયમો-2011 હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement