For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફોર્મ ભરવાની મુદતમાં વધારો

04:38 PM Apr 30, 2025 IST | Bhumika
પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફોર્મ ભરવાની મુદતમાં વધારો

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ, શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ LIG કેટેગરીના 137 આવાસો તથાEWS-2 કેટેગરીના 44 આવાસો માટે ફોર્મ તા.02/04/2025 થી તા.01/05/2025 સુધી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ ઓનલાઇન ભરવાના ચાલુ છે. બન્ને યોજના LIG કેટેગરીના તથાEWS-2 કેટેગરીના ફોર્મ ભરવાની મુદત તારીખ 15/05/2025 સુધી લંબાવામાં આવેલ છે.

Advertisement

જે સર્વે સંબંધીતે નોંધ લેવા વિનંતી. ઓનલાઇન ફોર્મ ફી રૂૂ. 50/- રહેશે તેમજ નિયમાનુસાર ડિપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ફકત અને ફકત ઓનલાઇન જ રહેશે. LIG કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે - 02 BHK, ક્ષેત્રફળ 50 ચો.મીટર, આવાસની કિંમત રૂૂ. 12 લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂૂ. 3 થી 6.00 લાખ, ડિપોઝીટ રૂૂ. 20,000/-EWS-2 કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે. - 1.5 BHK, ક્ષેત્રફળ 40 ચો. મીટર, આવાસની કિંમત રૂૂ. 5.50 લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂૂ. 3 લાખ, ડિપોઝીટ રૂૂ. 10,000/- ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનિકલ સમસ્યા ઉદભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281 - 2221615 પર સંપર્ક સાધવો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement