ભાજપના આઇ.ટી. સેલના સહ કન્વિનરનું વિસ્ફોટક રાજીનામું
રામનાથ મહાદેવ મંદિર, આજી રિવરફ્રન્ટ, ગ્રીનઝોન અગ્નિકાંડ, પીપીપી અને ટાઉન પ્લાનિંગ સ્કીમોના ભ્રષ્ટાચાર સહિતના ધગધગતા કારણો સાથે ઠાલવ્યો વલોપાત, મહાનગરપાલિકાના શાસન સામે ગંભીર આરોપો
રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલ ધડ-માથા વગરના ધિંગાણા જેવા વહીવટને લઇને અંદરખાને ભારે નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે શહેર ભાજપના વિધાનસભા- એસ.ટી.ના આઇ.ટી. વિભાગના સહ ઇન્ચાર્જ વિવેક લિંબાસીયાએ ભાજપની તમામ જવાબદારી તથા પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી ભાજપ શાસિત રાજકોટ મહાનગર પાલિકાના વહીવટ સામે વિસ્ફોટક વલોપાત ઠાલવ્યો છે.
વિવેક લિંબાસીયાએ પોતાના રાજીનામ પત્રમાં મહાનગર પાલિકાના શાસન સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને વિવિધ યોજનાઓમાં કોર્પોરેશનના શાસકોની નિષ્ફળતા ઉજાગર કરી છે. વિવેક લિંબાસીયાએ રાજીનામ પત્રમાં રૂા.1200 કરોડના રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે જણાવેલ છે કે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે 2022 માં 187 કરોડ મંજૂર કર્યા છે. જ્યારે આ પ્રોજેક્ટની કામગીરીની હજુ સુધી શરૂૂઆત પણ થયેલ નથી. છતા ક્ધસલ્ટન્ટ એચ.સી.પી. ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિ., અમદાવાદ ને સલાહ આપવાના કરોડો ચૂકવી દેવાયા છે.
જે જાહેર તિજોરી ઉપર વ્રજઘાત સમાન છે. રાજકોટના ઇતિહાસની ગોઝારી ઘટના ઝછઙ ગેમઝોન દુર્ઘટના ની તપાસ અંગેની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતા વાળી "સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નો રિપોર્ટ આજદિન સુધી જાહેર કરાયો નથી. પક્ષ ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકીને જે જનતાએ મતો આપેલ તે નાગરિકોની સુરક્ષા અને સલામતી કરવામાં નિષ્ફળ નીવડયા છીએ. માત્ર "વહીવટ" ના પાપે ઘણા પરિવારો ખંડિત થયા છે. છેલ્લા 5-7 વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં કર પ્રસ્તાવ અંતર્ગત દરેક કરવેરામાં અસહ્ય વધારો થયો છે.
મકાનવેરો, વાહનવેરો, વ્યવસાયવેરો, પાણીવેરો, ખુલ્લા પ્લોટનો વેરો, થિયેટરવેરો, ફાયર ટેક્સ, એન્વાયરમેન્ટ ચાર્જ આ તમામ કરવેરાઓમાં બે થી ત્રણ ગણો વધારો કરાયો છે. વળી મિલકતમાં નામ ટ્રાન્સફર જે પહેલા 250 રૂૂપિયામાં થતું તેના 1000 રૂૂપિયા કરી દેવાયા છે.પીપીપી સ્કીમના નામે આવાસ યોજનાઓ બનાવીને પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને પૂર્વ કોર્પોરેટરોને નિયમો નેવે મૂકીને આવાસની ફાળવણીઓ કરીને ભ્રષ્ટાચાર અને કોભાંડોને પ્રોત્સાહન આપવામાં આવે છે.બાંધકામો અંગેની નોટીસોમાં પાર્ટીના હોદેદારોના બિનઅધિકૃત બાંધકામો સામે આંખમિચામણા તેમજ કોઈ કાર્યવાહીઓ નહી.
અને લઘુ/મધ્યમ/મોટા ઉદ્યોગકારોને નોટિસો અને સ્થળ તપાસના નામે બિનજરૂૂરી કનડગત કરીને "એક ને ગોળ બીજાને ખોળ" જેવી બેધારી નીતિઓથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.નગર રચના યોજનાઓ અંગેની આખરી મંજૂરી (ટી.પી. ફાઈનલ) તેમજ પ્રાથમિક મંજૂરીઓમાં જાણીજોઈએ વિલંબ કરવો. વિકાસ પરવાનગીઓ, બેટરમેન્ટ લેવી,મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રો તેમજ નગર રચના અધિકારીઓ દ્વારા આપવામાં અભિપ્રાયોમાં પણ અતિશય વિલંબ કરવો. તેમજ પ્રાથમિક સુવિધાઓ ન વિકસાવવી અને અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની ખુલ્લી છૂટ આપવી. તેમજ "ગુજરાત રેગ્યુરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ ઓર્ડીન્સ - 2022 (ઇમ્પેક્ટ) અંતર્ગત બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા કમ્પાઉન્ડિંગ ફી વસૂલીને લગત હજારો અરજીઓ 3 વર્ષોથી પેન્ડિંગ છે. તે નિકાલની કોઈ જોગવાઈઓ કરવમાં આવી નથી.
રાજકોટમાં અનેક સૂચિત સોસાયટીઓ રેગ્યુલાઈઝ કરવાનો નિર્ણય 4-5 વર્ષોથી પેન્ડિંગ છે. આ સૂચિત સોસાયટીમાં રહેતા રાજકોટના મધ્યમવર્ગોના રહિશોના મકાનો જર્જરિત થઈ ગયા હોઇ અને રીનોવેશન કે બાંધકામો કરે તો રાજકોટ મહાનગરપાલિકા એમને નોટિસો આપી દંડ કરીને માનસિક ત્રાસ અને ભયના ઓથા હેઠળ જીવવાની ફરજ પાડે છે.શહેરના શાન સમા કાલાવડ રોડ, અમીન માર્ગ, જંકશન રોડ, ત્રિકોણબાગ ના વિસ્તૃતિકરણ તેમજ પેડક રોડને ગૌરવ પથ" બનાવવાના વચનો રાજકોટ મહાનગરપાલિકાના બજેટ 2022-23 થી કરવામાં આવે છે. જે આજદિન સુધી પૂરા થયેલ નથી.
બધી જ સરકારી કચેરીઓમાં જો નાગરિકો સરકારી અધિકારી કે કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરે તો સજા અંગેની જોગવાઇઓના બોર્ડ-બેનરો લગાવેલ છે. પણ ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોને અધિકાર) અધિનિયમ 2013 અંતર્ગત નિયત સમયમાં અરજીઓ નો નિકાલ, અપીલની સતાઓ તેમજ ફરિયાદ નિવારણની જોગવાઈઓનુ લેશમાત્ર અમલીકરણ કરવામાં આવતું નથી.આ સિવાઈ શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ-રસ્તાઓ, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ અને ટ્રાફિકને લગત અઢળક સમસ્યાઓ તો ખરી જ. છતા રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, પદાધિકારિઓ અને અધિકારીઓ નિરાકરણ અને સમાધાનના પ્રયત્નો સુદ્ધા કરતા નથી. જે જાહેર જીવનમાં લોકનિષ્ઠા, લોકકલ્યાણ અને જવાબદેહી ના સ્તરને અત્યંત દરિદ્ર અને નીચલી કક્ષાનું બનાવે છે.
પ્રશ્ર્નોના જવાબ ન મળે તો અંતરાત્માનો અવાજ સાંભળ્યા બાદ મત માંગવા નીકળવું
વિવેક લિંબાસીયાએ કાર્યકર્તા જોગ સંદેમાં જણાવેલ છે કે હું તો એક સામાન્ય નાનો કાયકર્તા હતો. એટલે કદાચ મને જવાબો ન મળ્યા અથવા મારી લોકહિતની રજૂઆતો સાંભળવામાં આવી નથી પણ પાયાના એવા કાર્યકર્તાઓ કે જેમને વર્ષો સુધી સમર્પિત ભાવથી પક્ષના શૂન્યમાંથી સર્જન કરવામાં લોહી રેડી દીધું તેઓને લોકોના પ્રશ્નોના જવાબ મળવા તો અપેક્ષિત છે. અને એમને જવાબો ન મળે તો સમજીને સ્વાભિમાની બનીને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યા બાદ જ પ્રજાજનો સમક્ષ મત માંગવા નીકળવું. કેમ કે કાર્યકર્તાનું કામ જનતાના પ્રાણ પ્રશ્નો માટે પ્રાણ રેડીને પ્રશ્નોનુ. જળમૂડ માંથી નિરાકરણ કરવાનું હોઇ છે. નહી કે માનીતા-ચાહિતા નેતાની ચાપલુસી, પગચંપી કે મહિમામંડન કરીને નૈતિક અધપતન કરવાનું.