જામનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરી માટે ખર્ચ મંજૂર
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં પ્રીમોન્સુન કામગીરી માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કમિટીએ શહેરના નવ વિભાગોમાં ઓપન વર્ડ કેનાલ, નાલા-પુલિયાની સફાઈ માટે 48.56 લાખની દરખાસ્ત મંજૂર કરી છે.
ટાઉનહોલ સામેના સર્કલને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વિકસિત કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 16માં સ્ટોર્મ વોટર પાઈપ ડ્રેનેજના કામ માટે 123.17 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થશે.
વોર્ડ નંબર 3માં સી.સી. રોડ અને બ્લોક માટે 1 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા છે.
વોટર વર્કસ શાખા માટે વિવિધ કામગીરી હેઠળ 60 લાખની ફાળવણી કરવામાં આવી છે. આમાં બોરિંગ વિભાગ માટે બેરિંગ ખરીદી, શંકર ટેકરી ઝોન વિસ્તારમાં પાઇપલાઇન નેટવર્ક અને અન્ય કામોનો સમાવેશ થાય છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની સહિત નવ સભ્યો હાજર રહ્યા હતા. શહેરના ત્રણ નવા સામઇહિક આરોગ્ય કેન્દ્રના સંચાલન અને જાળવણીની દરખાસ્ત હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.