For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાવડી ટી.પી. સ્કીમ 26-27 ફાઈનલ કરવા કવાયત

04:04 PM Jul 03, 2025 IST | Bhumika
વાવડી ટી પી  સ્કીમ 26 27 ફાઈનલ કરવા કવાયત

હિત ધરાવતા લોકો 20 દિવસમાં વાંધા પુરાવા સાથે રજૂ કરી શકશે, દાવાની વિગતો ત્રણ માસમાં જણાવનાર હકદાર રહેશે

Advertisement

મહાનગરપાલિકા દ્વારા વાવડી ટીપી સ્કીમ નં. 26-27નો મુસદો જાહેર કર્યા બાદ સરકારમાં મોકલવામાં આવેલ જે અંતર્ગત સરકાર દ્વારા ટીપી સ્કીમ નં. 26-27 ફાઈનલ કરવા સુચના આપી હિત ધરાવતા લોકો પાસેથી 20 દિવસમાં વાંધા-પુરાવા મેળવી લેવાની તેમજ દાવાની વિગતો ત્રણ માસમાં પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી છે.

Advertisement

મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં-26 વાવડીને આખરી કરવા અધિસૂચના જારી કરવામાં આવી છે. આ અંગે નગર રચના અધિકારી શ્રી કે. આર. સુમરાની યાદીમાં જણાવાયું છે કે, મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં-26 વાવડીમાં મોજે વાવડીના રેવન્યૂ સર્વે નંબર 3થી 25, 30થી 35, 124થી 128, 134થી 136, 138, 139 તથા સરકારી ખરાબાના રે.સ.નં.149 પૈકી તથા બે હિસ્સા ભાગનો સમાવેશ થાય છે. જેની ઉત્તરે મુસદ્દારૂૂપ નગરરચના યોજના નં.14(વાવડી) તથા મુ.ન.ર.યો. નં.25 (વાવડી)ની હદ આવેલી છે. દક્ષિણે ગામ કોઠારિયા તથા રૂૂડા ગામ કાંગશિયાળીનો સીમાડો તથા મુ.ન.2.યો.નં.27 (વાવડી)ની હદ આવેલી છે. પૂર્વે ગામ કોઠારિયાનો સીમાડો આવેલો છે. પશ્ચિમે મુ.ન.ર.યો. નં.25 (વાવડી) તથા મુ.ન.ર.યો.નં.27 (વાવડી)ની હદ આવેલી છે. આ યોજના સાથે હિત ધરાવતી કે સમાવિષ્ટ કોઈપણ બાબતથી અસર પામતી વ્યક્તિઓ 20 દિવસની અંદર પોતાના વાંધા જરૂૂરી પૂરાવા અને દસ્તાવેજો સાથે રજૂ કરી શકશે.

પ્રવર નગર નિયોજકની કચેરીના નગર રચના અધિકારીશ્રી દ્વારા મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં-27 વાવડીને આખરી કરવા અધિસૂચના જારી કરવામાં આવી છે. આ અંગે નગર રચના અધિકારી કે. આર. સુમરાની યાદીમાં જણાવાયું છે કે, મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં-27 વાવડીમાં મોજે વાવડીના રેવન્યૂ સર્વે નંબર 88, 90થી 92, 94થી 98, 106થી 123, 129થી 133, 137 તથા સરકારી ખરાબાના રે.સ.નં.149 પૈકી તથા હિસ્સા ભાગનો સમાવેશ થાય છે. આ યોજનાની ઉત્તરે મુસદ્દારૂૂપ નગરરચના યોજના નં.36 (મવડી) તથા આખરી નગર રચના યોજના નં.15 (વાવડી)ની હદ આવેલી છે. દક્ષિણે રૂૂડા વિસ્તારના ગામ કાંગશિયાળીનો સીમાડો આવેલો છે. પૂર્વે મુ.નર.યો.નં.25 (વાવડી) તથા મુ.ન.ર.યો.નં.26 (વાવડી)ની હદ આવેલી છે. પશ્ચિમે રૂૂડા વિસ્તારના પાળ ગામનો સીમાડો આવેલો છે.

આ યોજના સાથે હિત ધરાવતી કે સમાવિષ્ટ કોઈપણ બાબતથી અસર પામતી વ્યક્તિઓ 20 દિવસની અંદર પોતાના વાંધા જરૂૂરી પૂરાવા અને દસ્તાવેજો સાથે રજૂ કરી શકશે. યોજનાથી પ્રતિકૂળ અસર પામતી વ્યક્તિ નિયમાનુસાર નુકસાની માટે હકદાર રહેશે અને તેમણે દાવાની વિગતો ત્રણ માસમાં તેમણે દસ્તાવેજોપુરાવા સાથે વિગતો જણાવવી. આ યોજનાની નકલ, જરૂૂરી દસ્તાવેજો, પત્રકો, નકશાઓ, પ્રવર નગર નિયોજકની કચેરી, રાજકોટ નગર રચના યોજના, રૂૂડા બિલ્ડિંગ, છઠ્ઠો માળ, ચીમનભાઈ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ-360001 ખાતે કચેરી કામકાજના સમય દરમિયાન નિહાળી શકાશે, તેમ યાદીમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement