રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેસ્ટ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વધુ વપરાશ, 67 વેપારીઓ પકડાયા

04:58 PM Aug 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 20/08/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 20/08/2024 ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 67 આસામીઓ પાસેથી 4.11 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.19800 /-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 23 આસામીઓ પાસેથી 0.62 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 6900નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 28 આસામીઓ પાસેથી 2.84 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 8350/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 16 આસામીઓ પાસેથી 0.65 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.4550/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

Tags :
gujaratgujarat newsplastic bannedrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement