For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રક્ષાબંધને સિટીબસ અને બી.આર.ટી.એસ.માં 41,521 મહિલાઓએ કરી નિ:શુલ્ક મુસાફરી

05:02 PM Aug 21, 2024 IST | Bhumika
રક્ષાબંધને સિટીબસ અને બી આર ટી એસ માં 41 521 મહિલાઓએ કરી નિ શુલ્ક મુસાફરી
Advertisement

સિટી બસનો 25,900 અને બી.આર.ટી.એસ. બસનો 15,621 બહેનોએ લીધો લાભ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરી રહેશે તે અંગેની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. જેના અનુસંધાને તા.19/08/2024ને રક્ષાબંધનના પવિત્ર દિવસે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બી.આર.ટી.એસ. અને સિટી બસ સેવામાં કુલ 41521 બહેનો/મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી હતી તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

Advertisement

તેમણે વધુમાં સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બી.આર.ટી..એસ. બસ સેવામાં રક્ષાબંધનના દિવસે મહિલાઓને નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપવામાં આવી હતી. જેમાં સિટી બસમાં કુલ 25900 બહેનો/મહિલાઓ અને બી.આર.ટી.એસ. બસ સેવામાં કુલ 15621 બહેનો/મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરીનો લાભ લીધો હતો.

રાજકોટ મહાનગરપાલિકાહસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકાદ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.19/08/2024, સોમવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી હતી જયારે પુરુષોએ મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લઈને મુસાફરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement