For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સર્વેેશ્ર્વર ચોક ગણપતિ મહોત્સવમાં કોમી એકતાનું ઉદાહરણ

04:50 PM Sep 11, 2024 IST | Bhumika
સર્વેેશ્ર્વર ચોક ગણપતિ મહોત્સવમાં કોમી એકતાનું ઉદાહરણ
Advertisement

રાજકોટ શહેર મધ્યે ડો. યાશિક રોડ ઉપર આવેલ "સર્વેશ્વર ચોક" માં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ઘ્વારા જે ભવ્યાંતિત ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે તેમાં હિંદુ પરીવારો તથા મુસ્લીમ પરીવારો ઘ્વારા સતત આઠમાં વર્ષે આ ભવ્ય ગણપતિ મહોત્સવ નું આયોજન થઈ રહયું છે.

ઉપરોકત ગણપતિ મહોત્સવ માં રોજના 30000 થી 35000 કરતા વધુ દર્શનાથીઓ ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે તથા "સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ" ના આમંત્રણને માન આપી મહેશભાઈ રાજપુત કે જેઓ આ "સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ માં સભ્ય છે તેમણે તેમના સહપરિવાર તથા મિત્રો સાથે તેમજ "કીરણ ટેલીવીઝન"ના માલીક રાજુભાઈ પટેલ સહપરીવાર તથા અગ્રણી વેપારી પ્રવિણભાઈ સેગલીયા (મુંજકા) વાળા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજયના લોકલાડીયા પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી તથા નીતીનભાઈ ભારધ્વાજ પધાર્યા હતા. રાજકોટ શહેર "એ" ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. બારોટ તેમના પુરા સ્ટાફ સાથે દર્શન કરવા પધાર્યા હતા તથા આરતી કરેલ હતી.

Advertisement

ઉપરોકત મહોત્સવ માં દરરોજ સવારે બાળ ગણેશના મહોત્સવ જેવુ વાતાવણ સર્જાય છે. આજરોજ "સુપરકવ્સ ઈન્ટરનેશનલ પ્લે સ્કુલ" ના સો કરતા વધુ બાળકો આવેલ હતા તથા નિર્દોષ આનંદ માણ્યો હતો તેમજ ભગવાનના ગીતો ઉપર ડાન્સ પણ કર્યો હતો.

ઉપરોકત ગણપતિ મહોત્સવ ને વધુમાં વધુ સફળ બનાવવા માટે "સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ" ના તમામ સભ્યો કોઈપણ જાતના ભેદભાવ વગર પોતાના તન મન અને ઘનથી કાર્ય કરી રહેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement