For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયા

04:27 PM Sep 09, 2024 IST | Bhumika
પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયા
Advertisement

એનડીપીએસ કેસમાં 20 વર્ષની સજામાં પાલનપુર જેલથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલાયા

ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં પાલનપુર જેલમાંથી રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. એનડીપીએસના કેસમાં 20 વર્ષ અને કસ્ટોડીયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને સપ્તાત પૂર્વે રાજકોટ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.

Advertisement

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે એનડીપીએસ કેસમાં 20 વર્ષની સજા ફટકારી હતી તેમજ 2 લાખ રૂૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જે કેસની વિગત એવી છે કે, વર્ષ 1996માં સંજીવ ભટ્ટ બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમને પાલીના એડવોકેટ સુમેરસિંહને 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી.

આ ઘટના બાદ એડવોકેટ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં વર્ષ 2018માં સીઆઇડી ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજ પુરોહિતના રૂૂમમાંથી 1.15 કિલો અફીણ મળી આવ્યું હતું.

દરમિયાન પોલીસે કરેલી ઓળખ પરેડમાં સ્થાનિક હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. આ બાદ પોલીસે તાત્કાલીક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો. આ રિપોર્ટને કોર્ટે એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો. આ ઘટના બાદ, બનાવ વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ રહેલા જસ્ટિસ આર.આર.જૈન વિરુદ્ધ રાજસ્થાનના પાલીમાં ફરિયાદ નોંધાવી હતી.રાજપુરોહિતનો આરોપ હતો કે પાલી ખાતેની જસ્ટિસની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું.

આ બનાવ વખતે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના એસપી હતા. બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન, સંજીવ ભટ્ટ અને અન્ય લોકોના કોલ રેકોર્ડ તપાસ્યા હતા. બીજો કેસ સંજીવ ભટ્ટ પર કસ્ટોડિયલ ડેથનો ચાલેલો જેમાં જામજોધપુર કસ્ટોડિયલ ડેઠમાં તેમને આજીવન કેદની સજા પડી છે.

એનડીપીએસ કેસ પાલનપુરનો હોવાથી તે ત્યાંની જેલમાં હતા. હવે જામજોધપુરનો કેસ આજીવન કેદનો હોવાથી સેન્ટ્રલ જેલમાં તેમને ટ્રાન્સફર કરવાની લીગલ પ્રોસેસ થઈ હતી અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement