બોરસદમાં ઉકરડામાંથી EVM મળ્યા !
2018ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વપરાયેલા બેલેટ યુનિટો મળતા ભારે ખળભળાટ
આણંદ જિલ્લાના બોરસદ ગામે ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 2018ની ગ્રામપંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ EVMમશીન હાલ કચરામાં પડેલા મળી આવતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
આણંદના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગમાં EVMયુનિટ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ EVMવર્ષ 2018ની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા. ત્યારે તેના ઉપયોગ બાદ હવે આ ઊટખના બે બેલેટ યુનિટ કચરામાં પડેલા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ઊટખનો ઉપયોગ થયો હતો. ત્યારે હવે ઊટખના બે બેલેટ યુનિટ કચરામાંથી મળતાં સવાલો ઉઠી રહ્યા છે કે આ ઊટખને અહીં કોણ કચરામાં નાખીને ગયું , તેમજ શું તે EVMનકામાં અને બગડી ગયેલા હતા તેથી ફેંકી દેવામાં આવ્યા જેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે બોરસદની જૂની શાક માર્કેટ ખાતેના કચરાના ઢગલામાં આ EVMમશીન પડેલા જોવા મળ્યા હતા. હવે તે EVMત્યાં કેવી રીતે આવ્યા કે જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા ને લઈને બોરસદ પોલીસે તપાસ હાથ ધરી છે.