For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તરલ ભટ્ટના બુકીઓ સાથેના નાણાંની હેરફેરના પુરાવા મળ્યા

12:01 PM Feb 19, 2024 IST | Bhumika
તરલ ભટ્ટના બુકીઓ સાથેના નાણાંની હેરફેરના પુરાવા મળ્યા

ગુજરાત પોલીસની આબરૂૂ ધૂળધાણી કરનાર બહુચર્ચિત જૂનાગઢનો તોડકાંડ તો ડુંગળીનું એક પડ હોય તેવો હતો, તેવો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં થઈ રહ્યો છે, આજ કારણે એટીએસ હવે તરલ ભટ્ટના અમદાવાદ અને માણાવદર તોડકાંડ મામલે સંયુક્ત તપાસ શરૂૂ કરી છે. બેંક ખાતા ફ્રીઝ કરી અનફ્રીઝ મામલે જૂનાગઢ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, એએલઆઈ દિપક જાની તથા તેને ખાનગી વિગતો આપનાર માણાવદરના સીપીપાી તરલ ભટ્ટ સામે તારીખ 26ના ગુનો દાખલ થયો હતો. એટીએસે તરલ ભટ્ટને બે વખત કુલ પાંચ દિવસના રિમાન્ડ પર મેળવીને જેલહવાલે કરી ચૂકી છે.

Advertisement

આરોપી દર્શાવાયેલાં જુનાગઢ એસઓજી પી.આઈ. ગોહિલ અને એસ આઈ જાનીને પણ કલમ 164 હેઠળ મેજીસ્ટેરિયલ નિવેદન નોઁધાવીને તાજના સાક્ષી બનાવાયાં છે. એક પી.આઈ. ફરિયાદી બન્યાં અને તેમણે જેમને આરોપી દર્શાવ્યાં તેવા પોલીસ અધિકારીને તાજના સાક્ષી કેમ બનાવાયા?

આ અંગે ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે તરલ ભટ્ટના તોડકાંડમાં બે મહત્ત્વના મુદ્દે તપાસ ચાલી રહી છે. પ્રથમ મુદ્દો તોડકાંડનો છે. તરલ ભટ્ટે અમદાવાદ પછી જુનાગઢ અને ત્યારબાદ માણાવદરમાં જે લોકો સીધાં જ આરોપી નહોતાં તેમની પાસેથી પૈસા પડાવવા માટે કારસો રચ્યો હતો. અમદાવાદ સટ્ટા કેસમાં એસઆઈટીમા સાથી કર્મચારીઓને છાંટા ઉડે તે રીતે અને જુનાગઢમાં પર્દા પાછળ રહીને એસઓજી પીઆઈ. અને એએસાઈનો ઉપયોગ કરી તોડબાજીનો કારસો રચ્યો હતો. તો માણાવદરમાં યુવકને બ્લેકમેઈલીંગ કર્યો અને તેણે આત્મહત્યા કરી હતી, તેની તપાસ તેમના જ હાથમાં હતી. તેમાં પણ ચેષ્ટા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

Advertisement

બેન્ક એકાઉન્ટની આ વિગતો ગુજરાત એટીએસ, ગુજરાત પોલીસ જ નહીં કેન્દ્ર સ્તરની તપાસ માટે મહત્ત્વપૂર્ણ પૂરવાર બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે તરલ ભટ્ટે જ્યાંથી પણ બુકીઓના સટ્ટાના નાણાંની અને ઈ-ગેમિંગની બે નંબરી નાણંકીય હેરાફેરીના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી હોય તે. પણ બેન્ક એકાઉન્ટની આ વિગતો ગુજરાત એટીએસ, ગુજરાત પોલીસ જ નહીં કેન્દ્ર સ્તરની તપાસ માટે મહત્ત્વપૂર્ણ પૂરવાર થઈ રહી છે, તરલ ભટ્ટના બુકીઓના સાથેના કનેક્શનથી નાણાંકીય હેરાફેરીના એવા તથ્યો એટીએસને મળ્યાં છે કે ચાર રાજ્યોની પોલીસ ઉપરાંત કેન્દ્રિય સરકાર સાથે સંકલનથી તપાસ ચાલી રહી છે.

તરલ ભટ્ટના કનેક્શનો જેમની સાથે હતાં, તોડકાંડમાં જેમની ઓછી વધતી કે સીધી કે આડકતરી સામેલગીરી જણાઈ તેવા પોલીસ કર્મચારીઓ ઉપરાંત બુકીઓને મળીને ચારેક ડઝન લોકોના નિવેદનો એટીએસ લઈ ચૂકી છે. તરલ ભટ્ટના લેપટોપ અને પેન ડ્રાઈવમાંથી એફએસએલની મદદથી જે ડેટા મળ્યાં છે તેની વિગતો પણ ચોંકાવનારી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement