For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

"બધાને હવે શાંતિ થશે.." રાજકોટના સોમપીપળીયા ગામમાં પ્રેમી પંખીડાએ ફેસબુક પર પોસ્ટ મૂકી કર્યો આપઘાત, જુઓ વિડીયો

12:57 PM Aug 24, 2024 IST | Bhumika
 બધાને હવે શાંતિ થશે    રાજકોટના સોમપીપળીયા ગામમાં પ્રેમી પંખીડાએ ફેસબુક પર પોસ્ટ મૂકી કર્યો આપઘાત  જુઓ વિડીયો
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે આપઘતોના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના વિછીયા તાલુકાના સોમપીપળીયા ગામના પ્રેમીપંખીડાએ એક સાથે ગાલ ફાંસો ખાઈ મોતને મીઠું કર્યું હતું. સોમપીપળીયા ગામમાં રહેતા જયરાજ સવજીભાઈ સદાદિયા અને તેની પ્રેમિકા હવે એક નહીં થઈ શકે તેવું લાગતા બંનેએ ગામની બાજુમાં આવેલ ઉમટ વિડીમાં જઈ બંનેએ સાથે ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બંનેના પરિવારજનો અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ ઘટના અંગે જસદણ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ગઈકાલે સાંજે ચાર વાગ્યા આસપાસ વીડીમાંથી પસાર થતા કોઈ રાહદારીના નજરે આ બંને લટકતા જોવા મળ્યા હતાં. ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક ગામ લોકોને કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના અનેક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અને આ ઘટના નાગેની જાણ જસદણ પોલીસમાંકરી હતી અને ત્યારબાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને બંનેના મૃતદેહને ઉતારી જસદણ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

બંનેએ આપઘાત પહેલા યુવકે તેના ફેઈસબુક ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લખ્યું હતું કે 'હવે બધાને શાંતિ થશે અમે બધાને હેરાન કર્યા તે બદલ અમે બંને બધાની માફી માંગીએ છીએ, અમારા બંનેના લગ્ન કરવા બંનેના ફેમિલી રાજી થઈ ગયા હતા પણ યુવતીના પપ્પાના ભાઈ ગેલાભાઈ બંને ફેમિલીના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા હતા જેને કારણે અમારે હવે જીવવું નથી'

આ ઘટના અંગે ગામમાં ચર્ચાતી હકીકત અનુસાર બંનેના પરિવારજનો સમજાવટથી બંનેના લગ્ન કરી દેવા માની ગયા હતા પરંતુ યુવતી પક્ષે તેના કાકાને આ સંબંધ મંજૂર ન હોય જેથી તેવો જોઈ લેવાની અને અવાર-નવાર હાથ-પગ ભાંગી નાખવાની ધમકીઓ આપતા હોય આ બંને યુવક અને યુવતીને ડર લાગ્યો હોય બંને આ એક નહીં થઈ શકીએ એવું વિચારી આ પગલુ ભર્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી બંનેના પરિવારજનોમાં અને નાના ગામમાં માતમ છવાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement