રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્રનો દર આઠમો માણસ ચિંતા, તણાવ, ડિપ્રેશનનો શિકાર

11:31 AM Jul 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

માનસિક બીમારી એ મગજને લગતો રોગ છે. મગજ દ્વારા જ આપણી વિચારવાની, સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતા નિયંત્રિત થાય છે.જો અહીં કંઈક ગડબડ થાય તો તે આત્મ-નિયંત્રણની સતત ખોટ તરફ દોરી જાય છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો.ધારા દોશીના માર્ગદર્શનમાં 2160 લોકોનો સરવે કરાયો જેમાં આવેલા તારણો મુજબ સૌરાષ્ટ્રમાં દર આઠમો વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાય છે. જેમકે ચિંતા, તણાવ, ડિપ્રેશન વગેરે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ કહે છે કે, સૌથી પહેલા આપણે માનસિક સમસ્યાઓથી પીડિત વ્યક્તિની સમસ્યાઓને સામાન્ય રોગ તરીકે સમજવાની જરૂૂર છે.જ્યારે આપણે કોઈ પણ સમસ્યાને રોગ માનીએ છીએ ત્યારે આપણે તાંત્રિક કે મેલીવિદ્યાના પ્રભાવમાં નહીં આવીએ. આપણે સમજવું પડશે કે, આ રોગની સારવાર દવાઓ, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અથવા જો જરૂૂરી હોય તો, શસ્ત્રક્રિયા દ્વારા સચોટ રીતે કરી શકાય છે.
સરવેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, તેમની મનની અવસ્થાઓ કેવી છે? તેના તારણોમાં 54% અશાંત, સરળતાથી વિચલિત, જિજ્ઞાસા ઉત્પન્ન કરનારું હોવાનું જાણવા મળ્યું, જયારે 27% લોકો જુસ્સાદાર, અડગ મન, સર્જનાત્મકતા, નવા-નવા વિચારોને કાર્ય કરનાર અને 18% શાંત, સ્થિર અને તાર્કિકતાવાળા હોવાનું બહાર આવ્યું હતું.

કોઈપણ સમસ્યા કે મુશ્કેલી આવે ત્યારે તમારું વલણ કેવા પ્રકારનું હોય છે? તેના જવાબમાં 54%એ કહ્યું, ચિંતાજનક અને અસ્થિરતાવાળું, 30%એ કહ્યું, સરળતાથી ગુસ્સો અને ઉશ્કેરાટવાળું અને 16% શાંત, ધીમું અને મક્કમ હોવાનું કહ્યું હતું. તમારો સ્વભાવ કેવો છે? તેવા પ્રશ્નના જવાબમાં 45%એ કહ્યું, અસુરક્ષિત અનુભવ કરનાર, અધીરાપણું, હંમેશા લાગણીમુક્ત અને ભાવનાત્મક પ્રતિક્રિયા આપનાર, ઝડપથી આક્રોશમાં આવી જનાર જ્યારે 36% લોકોએ કહ્યું, આક્રમક અને અધીરા, વર્ચસ્વ ધરાવનાર સ્વભાવ, નાપસંદ અને નાગમતી બાબત કે વ્યક્તિ તરફ ઉદ્ધતાઈ કે નફરતની તીવ્ર લાગણી, અસહનીય બાબતો મોઢે કહેનાર તેમજ 19% જલ્દી ગુસ્સે ના થનાર, આરામદાયક, શાંત અને સહનશક્તિ ધરાવનાર હોવાનું સામે આવ્યું હતું.મગજની કામગીરીને નિયંત્રિત કરતા ન્યુરોટ્રાન્સમીટર્સ વચ્ચે સંતુલન હોવું જરૂૂરી છે. જ્યારે મગજમાં સામાન્ય રીતે સ્ત્રાવ થતા સેરોટોનિન, ડોપામાઇન અને એન્ડોર્ફિન હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, ત્યારે મગજની કામગીરી બગડે છે. તેનાથી વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે.

આ માનસિક બીમારીનું પ્રારંભિક લક્ષણ છે. યાદશક્તિને અસર કરે છે. ચિંતા, તણાવ અને ડિપ્રેશન સહિત કોઈપણ પ્રકારની માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માનસિક બીમારીની શ્રેણીમાં આવે છે. એટલે કે માનસિક બીમારીના કિસ્સામાં વ્યક્તિના મૂડ, યાદશક્તિ અને સ્વભાવ પર અસર થાય છે અને વ્યક્તિનો પોતાની લાગણીઓ પર કોઈ કાબૂ રહેતો નથી.

Tags :
depressiongujaratgujarat newsSaurashtra
Advertisement
Next Article
Advertisement