ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાહન બદલાય તો પણ નંબર પ્લેટ યથાવત્ રહેશે

11:44 AM Feb 27, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

વાહન માલિકો હવે પોતાના જૂના વાહનનો નંબર નવા વ્હિકલમાં પણ લગાવી શકશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ અંગેની શરતો અને નિયમો સાથેનો એક પરિપત્ર બહાર પાડી ગાઈડલાઈન આપી છે. જેમાં જણાવ્યું છે કે, ઘણા વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે ન્યૂમેરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્કસ પ્રકારનો નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખે છે. વાહન માલિકો તેઓના વાહન નંબર સાથે જોડાયેલ લાગણીને કારણે જૂના વાહનોનો નંબર પણ રિટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે. હવે કોઈપણ વાહન ચાલક પોતાના જૂના વાહનમાં લગાવેલી નંબર પ્લેટનો નંબર જૂના વાહન સામે નવું વાહન ખરીદતી વખતે તે વાહનનો નંબર લઈ શકશે.

વાહનની માલિકી જ્યારે તબદીલ થઇ રહી હોય વાહન માલિક જ્યારે વાહનની તબદિલીની અરજી કરે તે સમયે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન નંબર રિટેન્શન વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જૂના વાહનનો નંબર રિટેન થશે અને જૂના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર એલોટ કરવામાં આવશે અને ત્યારબાદ જે તે વાહનને મોટર વ્હિકલ્સ એક્ટ અને રૂૂલ્સની જોગવાઇઓ અનુસાર સ્ક્રેપ કરવામાં આવશે.

 

નંબર પ્લેટ યથાવત રાખવાની શરતો
જૂના અને નવા વાહનની માલિકી એક જ વ્યક્તિની અને એક વર્ષથી પોતાના નામે હોવું જરૂૂરી માલિક પોતાનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રિટેન કરી શકશે અને તે વાહન નંબર રિટેન્શનની પૂર્વ શરત રહેશે. જૂના વાહન ઉપર વાહન નંબર રિટેન થઇ શકશે નહીં. જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રિટેન કરવાનો છે તે બંનેની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂૂરી છે. કોઇ અન્ય વ્યક્તિના નામે વાહન નંબર રિટેન થઇ શકશે નહીં. વધુમાં જે વાહનનો નંબર રિટેઇન કરવાનો છે. તે વાહનની માલિકી સંબંધિત વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે. વાહન નંબર રિટેન્શન સમયે બન્ને વાહનોના ક્લાસ ઓફ વ્હિકલ સમાન હોવા જરૂૂરી રહેશે. જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તેનું રજિસ્ટ્રેશન રિટેન્શન સમયે કાર્યરત હોવું જોઇએ. એટલે કે અગાઉ જે વાહનો સ્કેપ થઇ ચૂકેલ છે તેવા વાહનોનો નંબર હાલ રિટેન થઇ શકશે.

 

Tags :
gujaratgujarat newsnumber platevehicle
Advertisement
Next Article
Advertisement