ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાશન કાર્ડધારક અત્યારે EKYC કરે તો પણ જૂન મહિનાનું અનાજ નહીં મળે

05:12 PM May 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મે જૂન મહિનાનો જથ્થો EKYCવાળા ગ્રાહકોને ગણી ફાળવી દેવાતા યોગ્ય પગલાં ભરવા ફેરપ્રાઈઝ એસો.ની માંગ

આજરોજ રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ઈ કેવાયસી બાબતે રાશનકાર્ડ ધારક અને સસ્તા અનાજના દુકાનદારોને પડતી હાલાકી બાબતે એક અખબારી યાદીથી જણાવવામા આવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા દરેક રેશનકાર્ડ ધારકોનું ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ચાલુ માસ એટલે કે મેં 2025 માં મળતો રેશનનો જથ્થો જે લોકોને ઈ કેવાયસી થયું છે તેઓને જ મળશે જે લોકોનું ઈકેવાયસી નથી થયુ તેઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પ્રધાનમંત્રી ગરીબ જન કલ્યાણ યોજના હેઠળ મળતા મફત રાસનના જથ્થા થી વંચિત રહેવું પડશે.

ગરીબ અને મજૂરી કરતા અભણ રેશનકાર્ડ ધારકો સરકારની ઈ કેવાયસી જેવી પદ્ધતિઓથી અજાણ હોય છે વળી અમુકના આધારકાર્ડ ન નીકળતા હોય કોઈના આધાર કાર્ડમાં મોબાઇલ નંબર નું મેપિંગ ન હોય આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર મેપિંગ કરવા માટે ફીંગર કેપ્ચર ન થતા હોય જેવી વિવિધ સમસ્યાઓના કારણે વર્તમાનમાં ગુજરાતમાં લગભગ 30 ટકા જેટલા રેશનકાર્ડ હોલ્ડર્સ નુ ઇ કેવાયસી બાકી છે આમ રાજ્યના લગભગ અઢી લાખ રેશનકાર્ડ હોલ્ડરો ઇ કેવાયસીના અભાવે જથ્થાથી વંચિત રહેશે આજ સવારે રાજ્યના પુરવઠા મંત્રીનું એક નિવેદન આવ્યું છે.

જેમાં તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો ઈ કેવાયસી કરાવશે તેઓને અનાજ મળશે પરંતુ ચાલુ માસ દરમિયાન મેં તથા જુન એમ બે માસનો અનાજનો જથ્થો એકસાથે વિતરણ કરવાનો હોય તારીખ 13 મે ના રોજ જૂન માસની પરમીટ પણ ફાળવી આપવામાં આવી છે જેમાં જે લોકોનું ઈ કહેવાયસી નથી થયું તેવા કાર્ડ હોલ્ડર નું અનાજ દુકાનદારોને ફાળવવામાં આવ્યું નથી આમ આ વિસંગતતા પણ સરકાર શ્રીએ દુર કરવી જોઈએ.

ગરીબ-મજૂરોના તાત્કાલિક EKYCકરાવવા માંગ

જે લોકો શિક્ષિત છે જાગૃત છે અને થોડી ઘણી સગવડતાઓ ધરાવે છે તેઓ એ કેવાયસી કરી લીધું છે પરંતુ જે લોકો અતિ જરૂૂરિયાત મંદ છે અને મુખ્ય ધારા સાથે જોડાયેલા હોતા નથી ફક્ત આવા જ ગરીબો અને મજૂરો ના રેશનકાર્ડનો એ કેવાયસી બાકી રહ્યું છે માટે આ પ્રકારના છેવાડાના લોકોનું તાત્કાલિક ઈકેવાયસી કરવામાં આવે એવી પદ્ધતિ ગોઠવીને સરકારશ્રીએ તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો સમયસર મળી રહે તેવી તકેદારી સરકાર શ્રીએ લેવી જોઈએ ખાસ કરીને આવી પરિસ્થિતિમાં દુકાનદારો અને કાર્ડ હોલ્ડર વચ્ચે ઘર્ષણ થતું હોય છે જેને નિવારી શકાય તેવી પણ માંગ રાજકોટ શહેર ફેર પ્રાઈઝ એસો.દ્વારા કરાઈ છે.

Tags :
EKYCgujaratgujarat newsrajkotrajkot newsRation card
Advertisement
Advertisement