For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટસોર્સિંગથી થતી હતી

05:50 PM Nov 21, 2024 IST | Bhumika
કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટસોર્સિંગથી થતી હતી
Advertisement

ગરીબ દર્દીઓની સારવારના નામે સરકારી પાસેથી કેવી રીતે નાણાં ખેંખેરવા એ માટે કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં કરતૂતો સામે આવી રહ્યાં છે. માથુ ચકરાવે ચડે તેવી વાત છેકે, કડી સ્થિત ભાગ્યોદય હોસ્પિટલમાં તો હાર્ટ સર્જરી પણ આઉટ સોર્સિગથી કરવામાં આવી રહી છે.

ભાગ્યોદય હોસ્પિટલે અમદાવાદ સ્થિત સંજીવની હોસ્પિટલને કેથલેબ-ડોક્ટરો સાથે મેડિકલ કોન્ટ્રાક્ટ જ આપી દીધો છે. દર્દીની સર્જરી દીઠ ડોક્ટરથી માંડીને હોસ્પિટલ સંચાલકોને કમિશન ચૂકવાય છે.

Advertisement

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સંજીવની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને ભાગ્યોદય હોસ્પિટલ વચ્ચે કોર્પોરેટ એમઓયુ થયા છે. ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટની સર્જરી-પ્રોસિજરમાં ઉપયોગમાં લેવાતી કેથલેબ સાથે સંજીવની હોસ્પિટલે કોન્ટાક્ટ મેળવ્યો છે. અહી થતી બધીય હાર્ટ સર્જરી સંજીવની હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કરે છે. દર્દીની હાર્ટ સર્જરી-પ્રોસિજર થાય તે માટે ભાગ્યોદય હોસ્પિટલ આરોગ્ય વિભાગમાં કલેઇમ રજૂ કરી નાણાં મેળવે છે તેમાંથી સંજીવની હોસ્પિટલના સંચાલકોથી માંડીને ડોક્ટરોને ઉંચુ કમિશન ચૂકવાય છે. બધાયને ટકાવારી આધારે કમિશન ચૂકવાય છે. આ કારણોસર ભાગ્યોદય હોસ્પિટલમાં ડો.પ્રશાંત વજીરાણી સહિત અન્ય ચારેક કાર્ડિયોલોજીસ્ટોનો એક જ મંત્ર રહ્યો હતો કે, બ્લોકેજ હોય કે ન હોય, દર્દીને હાર્ટ એટેકનો ડર દેખાડો, સ્ટેન્ટ નાંખો અને રૂૂ.1.20 લાખ મેળવો. આમ, હવે ઘણી ખાનગી હોસ્પિટલોએ ઇન્ફાસ્ટ્રકચર ભાડે આપી કમિશનનો ધંધો માંડયો છે. જથ્થાબંધ ખરીદે તો સ્ટેન્ટની કિંમત રૂૂ.7-8 હજાર, પીએમજેવાયએમાં મળે રૂૂ.1.20 હજાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement