For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓફલાઈન પ્રવેશ મેળવ્યા બાદ પણ છાત્રોએ જીસીએએસમાં નોંધણી માટે રૂા. 300 ફી ભરવી પડશે

04:43 PM Aug 01, 2024 IST | admin
ઓફલાઈન પ્રવેશ મેળવ્યા બાદ પણ છાત્રોએ જીસીએએસમાં નોંધણી માટે રૂા  300 ફી ભરવી પડશે

પોર્ટલના ધાંધિયાથી સૌ.યુનિ.એ કોલેજોને સીધા એડમિશન માટે મંજૂરી આપી

Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધોરણ 12ની પુરક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવે કોલેજમાં પ્રવેશ કેમ આપવો તેની મુંઝવણ થઈ રહી હતી. તેથી પોર્ટલના ધાંધિયાથી સીધા ઓફલાઈન પ્રવેશ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. ઓફલાઈન પ્રવેશ બાદ કોલેજોએ જીસીએએસ પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેના માટે કોલેજ રૂા. 300 ફિ છાત્રો પાસેથી ઉઘરાવાશે.

પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેઓ કોમર્સ કે આર્ટસ કોલેજમાં પ્રવેશ ઇચ્છે છે તેઓએ સીધા કોલેજમાં જઇને પ્રવેશ મેળવવાનો રહેશે કે ૠઈઅજના માધ્યમથી નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સીધો જ પ્રવેશ આપવાનું શરૂૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, 29 જુલાઈએ શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષામાં રાજ્યમાં કુલ 26,927 ઉમેદવાર નોંધાયા હતા જેમાંથી 26,716 ઉમેદવારએ હાજર રહીને પરીક્ષા આપી હતી. આ પૂરક પરીક્ષામાં 8143 ઉમેદવાર પાસ થયા છે જેનું 30.48% પરિણામ જાહેર થયું હતું, જ્યારે કોમર્સમાં 49,122 વિદ્યાર્થીએ હાજર રહીને પરીક્ષા આપી હતી. સોમવારે જાહેર થયેલા પૂરક પરીક્ષાના પરિણામમાં 24,196 જ વિદ્યાર્થી પાસ થયા છે.

Advertisement

સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી બીએસસી કોલેજોમાં હાલમાં બેઠકો ખાલી પડી હોવાથી પ્રવેશની કોઇ સમસ્યા થાય તેમ નથી. આ ઉપરાંત ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પણ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાથી બીજા રાઉન્ડમાં આ તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી દેવાશે, પરંતુ કોમર્સ અને આર્ટસ કોલેજોમાં પ્રવેશને લઇને ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કોલેજો પોતાની રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી રહી છે.

હાલમાં અનેક કોલેજોમાં બેઠકો ખાલી પડી છે. સરકાર દ્વારા ચાલુ વર્ષે ધો.12ના પરિણામ પછી તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ૠઈઅજના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું, પરંતુ માત્ર રજિસ્ટ્રેશન કરીને હાથ ઉંચા કરી દેવાના કારણે પાછળની તમામ પ્રક્રિયા જે તે યુનિવર્સિટીઓએ કરવી પડી હતી. વિદ્યાર્થી સંગઠનોએ ૠઈઅજની નિષ્ફળતાને લઇને ભારે આક્રોશ સાથે આંદોલન કરવાની પણ ફરજ પડી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement