રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉમેદવાર બદલાયા પછી પણ સાબરકાંઠામાં ભડકો યથાવત, હજારો કાર્યકરો રસ્તા પર ઉતર્યા

05:10 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂૂ કરી દેવામાં આવ્યો હતો. તેવામાં ભીખાજી ઠાકોરે એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મૂકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. મેઘરજમાં હજારો લોકોએ એકત્ર થઈને દેખાવ કર્યા છે. ભીખાજીના સમર્થનમાં અને નવા ચહેરા શોભના બારૈયા વિરુદ્ધ બે હજારથી વધુ કાર્યકરો રાજીનામું આપી દેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. મેઘરજમાં ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓએ પણ દુકાનો સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. આ પરિસ્થિતિમાં ભીખાજી ઠાકોરે જણાવ્યુ છે કે, પાર્ટી જે નિર્ણય કરે તે હું કરીશ. જન આક્રોશ અંગે પૂછતા તેમણે જણાવ્યુ છે કે, લોકો સમર્થનમાં છે મેં તેમને વિરોધ કરવાનું કાંઇ કહ્યુ નથી પરંતુ તેઓ મારા સમર્થનમાં આ કરી રહ્યા છે. પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે પ્રમાણે મેં કર્યુ છે. નામ ન આવવામાં અટકનો કોઇ વિવાદ નથી તે ઉપજાવેલી વાત છે.

Advertisement

આ સાથે તેમણે જણાવ્યુ કે, લોકોનો મત છે કે, વર્ષો જૂના કાર્યકર્તા છો તો તમારે ચૂંટણી લડવી જોઇએ. લોકોમાં નવા ચહેરા પર જન આક્રોશ છે પરંતુ પાર્ટીનું મજબૂત સંગઠન છે તે આ તમામ બાજુ સંભાળી લેશે. હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરતા છું પાર્ટી જે કહેશે તે કરીશ.

દરમ્યાન આ માલે સોશિયલ મીડીયામાં પણ ધમાસાણ મચી રહ્યું છે. વોટ્સએપ સોશિયલ મીડિયામાં યુથ ઓફ બીજેપી, એસકે ગ્રુપ, ભીખાજી ઠાકોર ફેન ક્લબ ગ્રુપમાં વિરોધનું વંટોળ ઉભો થવા પામ્યો હતો. બીજેપી અરવલ્લી ડિસ્ટ્રીક્ટર ગ્રુપમાં વિરોધ થયો હતો. પ્રાંતિજ યુવા મોરચા ગ્રુપમાં પણ વિરોધ થયો હતો. તલોદ તાલુકાનાં ભાજપનાં સંગઠનમાં ઉપપ્રમુખનો ઓડિયો વાયરલ થયો હતો. કોંગ્રેસમાંથી આવેલાને લોકસભા લડાવવા નીકળ્યા છો. જો મહિલાને ટિકીટ આપવી હોય તો રેખાબા ઝાલાને ટીકીટ આપો. શોભનાબેનનો વિરોધ છે. જીલ્લા કે તાલુકામાં શોભનાબેનનું ક્યાંય નામ નથી. અન્ય કાર્યકરોએ પણ ઓડિયો મેસેજ મુકી આક્રોશ ઠાલવ્યો હતો.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement