EVનો ભ્રમ તૂટ્યો, 50 ટકા વાહન માલિકો નાખુશ
ઇલેક્ટ્રિક વાહનચાલકો ફરી પેટ્રોલ-ડીઝલના વિકલ્પની શોધમાં, સરવેમાં ઘટસ્ફોટ
ઇલેક્ટ્રિક વાહનોનાં ફ્યૂચરને મોબિલિટી માનવામાં આવે છે. સરકાર પણ ઇલેક્ટ્રિક કાર અને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સહિત અન્ય ઇવીને ખૂબ પ્રમોટ કરી રહી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદનારની સંખ્યા વધી ગઇ છે. પરંતુ હાલમાં એક સર્વેમાં સામે આવ્યું છે ઇવી ખરીદનાર લોકો અડધાથી વધારે પોતાનાં નિર્ણયથી ખુશ નથી.
હવે આ લોકો ફરીથી પાછું આઇસીઇ નું એન્જિન ખરીદવા ઇચ્છે છે. એટલે કે આ લોકોને લાગે છે કે આ ડિઝલ, પેટ્રોલ અને સીએનજીથી ચાલનારી ગાડી બરાબર છે. આ સર્વેમાં દિલ્હી, એનસીઆર, મુંબઇ અને બેંગલોરનાં 500 ઇલેક્ટ્રિક વાહનોનાં માલિકને શામેલ કરવામાં આવ્યાં હતા.
પાર્ક પ્લસ દ્રારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં શામેલ 51 ટકા લોકોનું કહેવું હતું કે આ ઇવી ખરીદવાનાં નિર્ણય પર હવે પસ્તાય છે. ઇવીની સાથે અનેક પ્રકારની તકલીફો થઇ રહી છે. આ કારણે આવનારા દિવસોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પર્યાપ્ત માત્રામાં ચાર્જિંગ સ્ટેશન ના હોવા, રેગ્યુલર મેન્ટેનન્સમાં તકલીફ અને રિસેલ વેલ્યૂની ઘણી ઓછી હોવાને કારણે ઇવી માલિકોનું માનવું છે કે ઇલેક્ટ્રિક વાહન ખરીદવું એ લાભદાયક સોદો નથી.
સર્વે અનુસાર 88 ટકા ઇલેક્ટ્રિક માલિકો માટે સુલભ, સુરક્ષિત અને કાર્યશીલ ચાર્જિંગ સ્ટેશન શોધવું એ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. ભારતમાં 20,000 થી પણ વધારે ઇવી ચાર્જિંગ સ્ટેશન હોવા છતા ઇવી માલિકોને લાગે છે કે આ સ્ટેશનો દ્રશ્યતા બહુ સ્પષ્ટ છે. ઇવી માલિકો 50 કિમીથી ઓછી સીમિત માત્રામાં જવાનું પસંદ કરતા હોય છે.
જાળવણીમાં તકલીફ સર્વેમાં શામેલ 73 ટકા ઇવી માલિકોનું કહેવું હતુ એમની ઇવી કાર એક બ્લેક બોક્સની જેમ છે, જેને એ સમજી શક્યા નથી. આની કાળજી રાખવી બહુ મોટી સમસ્યા છે. નાની-મોટી સમસ્યાઓનું હલ સ્થાનીય મિકેનિક નહીં કરી શકે છે અને ગાડી કંપનીનાં ડીલર પાસે લઇ જવી પડે છે.
ઇવી વાહનોની રીસેલ વેલ્યુ બહુ ઓછી છે. આ કારણે ઇવીને વેચવી પડે તો આની બહુ ઓછું મુલ્ય મળે છે. જ્યારે ડીઝલ, પેટ્રોલ તેમજ સીએનજી વાહનની રીસેલ વેલ્યુનું મુલ્યાંકન સારી રીતે કરી શકાય છે. ગાડીની કન્ડિશન અને એનાં દ્રારા નક્કી કરેલાં કિલોમીટરનાં આધાર પર રીસેલ વેલ્યૂ નિકાળી શકાય છે.