For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરના તમામ બોર્ડ-કિયોસ્કની લાઇટો બંધ કરવા એસ્ટેટ વિભાગનો આદેશ

03:46 PM Aug 03, 2024 IST | admin
શહેરના તમામ બોર્ડ કિયોસ્કની લાઇટો બંધ કરવા એસ્ટેટ વિભાગનો આદેશ

એક માનીતી એજન્સીના કિયોસ્ક બોર્ડમાં વીજ અકસ્માતે યુવતીનું મોત થયા બાદ હવે અધિકારી જાગ્યા

Advertisement

મનપા દ્વારા જાહેરાતો માટે કંપનીઓએ હોડિંગબોર્ડ લાગવા અને કીયોસ માટે સાઇટો ફાળવવમાં આવી રહી છે. પરંતુ કીયોસ બોર્ડ લાગયા બાદ તેમા ફીટ કરવામા આવેલ વીજ કનેકશન અંગે કાયરે તપાસ થતી નથી જેના લીધે દૂર્ઘટનાઓનો ભય ઝળબતો રહે છે તાજેતરમાં કીયોસ બોર્ડ માંથી વીજશોક લાગતા એક યુવતીનું મોત નીપજયુ હતુ જે અંગે કીયોસ બોર્ડ લગાવવા નાર એજન્સી વીરૂદ્ધ તપાસ કરી તેમની સામે પગલા લેવાની બદલે માનતી એજન્સીઓને છાવરવાનું પાપ કરી કોર્પેરેશનને હવે કીયોસ બોર્ડમાંથી લાઇટોના વીશ કનેકશન બન કરવાનો આદેશ કરીયો છે.

કોર્પોરેશન દ્વારા શહેરના તમામ કીયોસ બોર્ડની લાઇટો બંધ કરવાનો આદેશ કરી ઉપરોકત વિષય અન્વયે આપની એજન્સી દ્વારા શહેરના અલગ અલગ સ્થળો ખાતે ટેન્ડર સાઇટ ડોડિંગ બોડ, ખાનગી હોડિંગ બોડ, ગેન્ટ્રી બોડ તથા કિયોસ્ક બોર્ડ લગાવવમાં આવેલ છે.

Advertisement

આ તમામ બોડ પૈકી જે બોર્ડ લાઇટીંગ વાળા હોય તે તમામ બોર્ડના વીજ કનેક્શન તથા બોકસ સુરક્ષિત છે અને તમામ ખાતે ધારા ધોરણ મુજબના સુરક્ષાના ઈલે. ઉપકરણો લાગેલ છે તેમજ મીટર કનેકશનમાંથી હોડિંગ બોડ સુધી જતુ વાયરીંગ ધારા ધોરણ અનુસારનું છે તથા સુરક્ષિત છે તેમજ હોડિંગ બોડ તેમજ કિયોસ્ક બોર્ડની અંદરનું વાયરીંગ તથા ઇલે. સેટઅપ સુરક્ષિત છે તેવુ ચીફ ઇલેકટ્રીકલ ઇન્સપેકટરની કચેરી, ગુજરાતના લાઇસન્સ હોલ્ડર ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર તથા ઇલકેટ્રીકલ સુપરવાઇઝરનું પ્રમાણપત્ર, આ પત્ર મળ્યે દિવસ 07 માં રજુ કરશો. આ પ્રમાણપત્ર વીજ કનેકશન વાઇઝ રજુ કરવાનું રહેશે.

તેમજ પ્રમાણપત્ર રજુ થયે અને અત્રેથી સુચના મળ્યા બાદજ હોડિંગ બોડ, ગેન્ટ્રી બોર્ડ, ખાનગી હોડિંગ બોડ તથા કિયોસ્ક બોર્ડ ખાતે પાવર સપ્લાય ચાલુ કરી શકાશે. પ્રમાણપત્ર રજુ ન થાય ત્યા સુધી તમામ હોર્ડિંગ બોડ, ગેન્ટ્રી બોડ, ખાનગી હોર્ડિંગ બોર્ડ તથા કિયોસ્ક બોર્ડ ખાતે પાવર સપ્લાય તથા લાઇટીંગ બંધ રહે તે સુનિશ્ચિત કરશો. જો પૂર્વ મંજુરી સિવાય પાવર સપ્લાય ચાલુ કરવામાં આવશે તો એજન્સી /વિરૂૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની પણ નોંધ લેશો.

Advertisement
Tags :
Advertisement
Advertisement