ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આરોગ્ય કર્મચારીઓ સામે પણ એસ્મા લાગુ પડશે, અતિ આવશ્યક સેવામાં સામેલ

11:14 AM Mar 20, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજયમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 1903 જગ્યાઓમાં ભરતી થશે

રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરી છે. ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઇ દર્દીઓની જીંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલાવી લેવામાં આવે. એટલે કે, ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જાય તો સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ, ઉર્જા જેવા મહત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સામેલ કરવામાં આવેલી છે ત્યારે આરોગ્ય સેવાને પણ અતિઆવશ્યક સેવામાં સામેલ કરવામાં આવી છે.

 

હડતાળિયા આરોગ્ય કર્મીઓ પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. બિનજરૂૂરી અને વારંવાર હડતાળ પર જતા આરોગ્યકર્મીઓ પર કાર્યવાહીની તવાઈ બોલવવામાં આવશે. સાથો સાથ આરોગ્ય વિભાગમાં રાજ્યમાં વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પથતજજ્ઞ વર્ગ-1ની જુદા-જુદા 12 સંવર્ગની કુલ 1146 જગ્યાઓ માટે ૠ.ઙ.જ.ઈ. મા માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી પીડીયાટ્રીશિયન અને ડેન્ટલ સર્જન સિવાયના તમામ સંવર્ગમાં પ્રાથમિક કસોટીની પ્રક્રિયા પુર્ણ થઇ છે.

ઇન્ટરવ્યુ બાદ પસંદગી પ્રક્રિયા પુર્ણ થતા ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ખાલી જગ્યાઓ પર નિમણુંક આપવામાં આવશે. સરકારી મેડિકલ કોલેજો ખાતેથી પી.જી. થયેલ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવે છે. જે માટે હાલમાં 435 તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુમાં છે.

Tags :
ESMAgujaratgujarat newsHealth workers
Advertisement
Next Article
Advertisement