રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરમાં રોગચાળો વકર્યો, તાવના નવા 149 કેસ

12:11 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના નાગરીકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે, કમિશ્નરના માર્ગદર્શનમાં ઓ.પી.ડી. સેવાઓને સુદ્રઢ કરવામાં આવી છે. શહેરમાં ગઇકાલે કરવામાં આવેલ આરોગ્ય.વિષયક કામગીરીમાં 12 આરોગ્ય કેન્દ્રમાં 1776 દર્દીઓ ઓ માં સામાન્ય ઝાડાના 40 શરદી-ઉધરસના-283 , સામાન્ય તાવના - 23 કેસ જોવા મળ્યાં હતાં હેલ્થ અને વેલનેસ સેન્ટરની ઓ.પી.ડી.માં 1183 લોકોએ લાભ લીધો. આમ ગઇકાલે શહેરના કુલ 3173 લોકોએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો.

ઓ.પી.ડી સેવાઓ દરમિયાન લોકજાગૃતિ આવે તે માટે મુલાકાતે આવતા દર્દીઓને પાણીજન્ય રોગચાળા તથા વાહકજન્ય રોગચાળાથી બચવા અંગેની પત્રિકાઓનું તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરમાં અલગ-અલગ 92 જગ્યાઓએથી આરોગ્ય વર્કર દ્વારા રેસીડયુલ ક્લોરીન ચેક કરવામાં આવ્યું, જેમાં તમામ જગ્યાએ 0.2થી 0.5 જેટલો રેસીડ્યુલ ક્લોરીન જોવા મળ્યો હતું. 13761 જેટલી ક્લોરીનની ગોળી તથા 296 ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવેલ.

વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે કરવામાં આવેલ કામગીરીની વિગત જોઈએ તો શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિને નિયંત્રિત કરી શકાય, તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

તા.9-09-2024 નાં રોજ આરોગ્ય કેન્દ્રની 46 ટીમ દ્વારા 61242ની વસ્તી અને , 15020 ઘરની મુલાકાતમાં 76302 પાણીનાં પાત્રો ની ચકાસણી કરવામાં આવી હતી.ઉપરોક્ત ઘરોમાંથી સામન્ય તાવના 149 કેસ મળેલ, જેમને સ્થળ પર સારવાર આપવામાં આવેલ. ઉપરોક્ત ઘરોમાંથી 373 ઘરોમાં 401 પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ, જેનો નાશ કરવામાં આવેલ.

પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે 10038 પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ તથા 1932 પાત્રો માંથી પાણી ખાલી કરાવાયુ હતું. 46 સેલરમાં પાણી ભરેલા જોવા મળતા તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.અને એ એસ આઇની જરૂરિયાત મુજબ 3000 કિલો જંતુનાશક દવાનો જથ્થો આપવામાં આવ્યો હતો.

Tags :
Epidemicgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement