રોગચાળો વકર્યો: ટાઈફોઈડથી બાળકીનું મોત, તંત્રમાં દોડધામ
આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ, મચ્છર ઉત્પત્તિ સબબ 245 એકમોને નોટિસ, 7100નો દંડ
શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છર જન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. કોલેરાની સાથે ટાઈફોડે પણ માજા મુકતા ગઈકાલે ટાઈફોડનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સારવાર દરમિયાન એક 14 વર્ષની બાળકીનું મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગત સપ્તાહે એક કેસ આવ્યા બાદ કોલેરાનો નવો એક અને વધુ એક કેસ નોંધાયો છે. જેના લીધે આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકીંગ સઘન બનાવી મચ્છર ઉત્પતિ સબબ 245 એકમોને નોટીસ અને રૂા. 71,000નો દંડ ફટકાર્યો હતો.
શહેરમાં ટાઈફોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટમાં આવેલા ગોકુલધામ શેરી નં.10માં વિજય હોટલ પાસે રહેતા પરિવારની આનંદી કમલેશભાઈ ગૌતમ નામની 11 વર્ષની માસુમ બાળકી પોતાના ઘરે હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડી હતી. માસુમ બાળકીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં માસુમ બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અને માલવીયાનગર પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
આ પ્રાથમિક પૂછપરછમાં મૃતક આનંદીબેન ગૌતમનો પરિવાર રાજકોટમાં ગોકુલધામમાં રહી મજૂરી કામ કરે છે અને આનંદીબેન ગૌતમને ચાર દિવસથી તાવ આવતો હતો અને પેટમાં દુખાવો થતો હતો તેથી બાળકીનો પરિવાર પ્રાથમિક સારવાર માટે આજુબાજુની ખાનગી ક્લિનિકમાંથી દવા લેતો હતો અને ત્યાં બાળકીનો રિપોર્ટ કેઅવતા ટાઈફોડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટાઈફોડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બાળકીની તબિયત લથડતા ગંભીર હાલતમાં જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ત્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઈ કે.યુ. વાળા સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 263 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ/વાડી/પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 164 અને કોર્મશીયલ 81 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.7,100/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.