રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રોગચાળો વકર્યો: યુવકને ડેન્ગ્યુ ભરખી ગયો

02:10 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

રાજ્યભરમાં શિયાળાની શરૂૂઆત થતા જ રોગચાળાએ માજા મૂકી છે. રોગચાળો જીવલેણ બની રહ્યો હોય તેમ ભાણવડના આંબરડી ગામે રહેતા યુવાનનું ડેન્ગ્યુની બીમારીથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે અને તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા રવિભાઈ રામભાઈ ચાવડા નામનો 23 વર્ષનો યુવક તાવની બીમારીમાં સપડાતા તેને તાત્કાલિક સારવાર માટે ભાણવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં રવિ ચાવડાનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રવિ ચાવડાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ભાણવડ પંથકમાં ડેન્ગ્યુની બીમારીથી યુવકનું મોત નીપજતા તંત્રમાં હડકંપ મચી ગયો છે આ બનાવ અંગે પોલીસને નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
DengueEpidemic worsensinfectsmanYoung
Advertisement
Next Article
Advertisement