For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોગચાળો અણનમ; તાવના નવા 974 કેસ, તરૂણ-બાળકના ભોગ લીધા

03:53 PM Nov 18, 2024 IST | Bhumika
રોગચાળો અણનમ  તાવના નવા 974 કેસ  તરૂણ બાળકના ભોગ લીધા
Advertisement

ડેન્ગ્યુ 12, મેલેરિયા 2, ચીકનગુનિયા 2, સામાન્ય તાવના 857, શરદી-ઉધરસના 1038 અને ઝાડા-ઊલટીના 171 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડદામ

શિયાળાની શરૂઆત થવા છતાં મચ્છરોનો ઉપદ્રવ ઓછુ થવાનું નામ નથી લેતો મચ્છરોના કારણે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુ, મેલેરિયા એન ચિકનગુનિયાના નવા 16 કેસ નોંધાયા છે. જ્યારે તાવના કેસમાં જબ્બર ઉછાળો આવ્યા બાદ કોઠારિયા રોડ ઉપર તાવમાં પટકાયેલા 11 વર્ષના તરુણનું અને વિશ્ર્વકર્મા સોસાયટીમાં 8 માસના એક બાળકનું તાવની સારવાર દરમિયાન મોત નિપજતા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામીરી વધુ તેજ બનાવી મચ્છર ઉત્પતિ સબબ 508 આસામીઓને નોટીસ ફટકારી રૂા. 35,500નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

Advertisement

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 483 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 431 અને કોર્મશીયલ 177 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.35,500/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement