For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદ બાદ મહામારીનો ભય: રોગચાળો અટકાવવા મહાઝુંબેશ શરૂ

04:56 PM Aug 31, 2024 IST | Bhumika
વરસાદ બાદ મહામારીનો ભય  રોગચાળો અટકાવવા મહાઝુંબેશ શરૂ
Advertisement

મહાપાલિકાના 563 વર્કરની 282 ટીમ દ્વારા પોરાનાશક કાર્યવાહીનો પ્રારંભ: આરોગ્ય વિભાગના 41 ફોગિંગ મશીન દ્વારા ઇન્ડોર અને આઉટડોર ફોંગિંગ ચાલુ કરાયું

શહેરમાં વરસાદ બંધ થઇ ગયા બાદ મચ્છર જન્ય રોગ ચાળો વકરવાનો ભય ઉભો થયો છે. જેના કારણે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 563 વર્કરની 282 ટીમ તૈયાર કરી ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે. 41 ફોંગીગ મશીન દ્વારા ઇન્ડોર અને આઉટડોર ફોંગીગ કામગીરી તેમજ પોરાનાશક અને દવાછટકાવ સહિતનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંઘપાત્ર વરસાદ થયેલ છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ઋતુ બાદ સપ્ટેામ્બર, ઓકટોમ્બર માસ દરમ્યાન મહત્મ ડેન્ગ્યુ સહિત વાહકજન્ય રોગના કેસો નોંઘાતા હોય છે. વરસાદ બાદ 14થી ર0 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7 થી 10 દિવસનો સમય લાગે છે.મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થોય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા્ પાણીના પાત્રોને કારણે મચ્છ રનીઉત્5તિઘણી વધી જાય છે. આરોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. વરસાદ બંઘ રહેતા નદીકાંઠા તથા અન્ય સંવેદન વિસ્તારોમાં 38 હેન્ડફોગ મશીન તથા ત્રણ વહિકલ માઉન્ટેડફોગીંગ મશીન દ્વારા ફોગીંગ હાથ ઘરવામાં આવેલ છે.

આરોગ્ય વિભાગ દ્વારા ભગવતી5રા બાવાવાસ, નારાયણ નગર તથા આસપાસનો વિસ્તાર, મહાત્મા ગાંઘીસોસા. 40 ફુટ રોડ, માલઘારી ફાટક આસપાસનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, લાલ પાર્ક, તિરૂૂપતી પાર્ક 1, સીતારામસોસા., સિલ્વર નેસ્ટસોસા., કિષ્ના પાર્ક 1 થી ર, પટેલનગર, જંગ્લેશ્વર, રાઘાનગર શેરી નં. 1, નાણાવટી ચોક, આર. એમ.સી. કવા., શ્યામનગર ર, 3, ગંગોત્રી મેઇન રોડ, જલારામ 1, તિરૂૂપતીનગર 5, શિતાજીટાઉનશી5, જીવરાજ પાર્ક માર્ગ 1, શિવમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, વાવડી, ગીત ગુર્જરી સોસાયટી, અમૃતઘારા સોસા., બીલી5ત્રસોસા. રેલનગર, રિઘ્ઘી સિઘ્ઘી પાર્ક, રાઘાનગર, કૃષ્ણ્નગર, બાળ અદાલત (ભકિતનગર સ્ટેશન પ્લોટ) તથાઆસપાસનો વિસ્તાર, ખોડીયારનગર 1, કોઠારીયા કોલોની, કરણ5રાકોટક શેરી, નવલનગર, ગોકુલનગર - સમ્રાટ ઇન્ડ. એરીયા, મીલ5રા, કુંભારવાડા, લલુડીવોકળી હાથીખાના ગાયકવાડી, જંકશન પ્લોટ, બેડીનાકા, રાજલક્ષ્મીસોસા., ગાયત્રીનગર, ગીતાનગર, વગેરે વિસ્તારમાં 1996 ઘરોમાં ફોગીંગ કરવામાં આવેલ હતી. તથા દરેક ઝોનમાં એક એક એમ કૂલ ત્રણ વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા વઘુમાં વઘુ વિસ્તાર ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવા ફોગીંગ કામગીરી સતત ચાલુ રાખવામાં આવેલ હતી.

રોગચાળાથી બચવા આટલું કરીએ
અગાસી કે છજજામાંભરાયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ. છત પર કે તેની આસપાસ પડેલા ભંગાર, ટાયર, ડબ્બાડુબલી વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો તાકીદે નિકાલ કરીએ. કોર્મશીયલ વિસ્તારમાં સેલરમાંભરાયેલ વરસાદી પાણીમાં બળેલઓઇલનો છંટકાવ અચુક કરવો. ગાયની કુંડી તથા પક્ષીકુંજ ભરવાનું ટાળવું અથવા નિયમિત રાત્રે ખાલી કરીને ઊંધું વાળી દેવા, સવારે ફરીથી નવું પાણી ભરવું. સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબાને હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા દર અઠવાડીયે ઘસીને સાફ કરવું. હવાચુસ્ત ઢાંકી ન શકાય તેવા ટાંકા ટાંકીમાં અઠવાડીયેનિયમીત ઓઇલ / કેરોસીન નાખવું. ફ્રીજ પાછળની ટ્રે સપ્તાહમાં બે વખત સાફ કરીએ. ટાંકા, ટાંકી, માટલા વગેરે અઠવાડિયામાં બે વખત ઘસીને સાફ કરી, સૂકવીને ફરીથી ઉપયોગમાં લઇએ. નળ ગયા બાદ પાણી ભરવાની કુંડીનેસુકાક5ડાથી સાફ કરવી. પાણીમાં મચ્છરના લારવા દેખાય તો તુરંત નાશ કરવો સહિતના નિયમનો પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement