ગોંડલ શહેરમાં રોગચાળો બેકાબૂ, ડેન્ગ્યુથી આશાસ્પદ યુવકનું મોત
મિશ્ર રુતુ નાં અહેસાસ સાથે હાલ ઘરેઘરે માંદગી નાં ખાટલા અને હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાતી જોવા મળી રહીછે.ત્યારે રુતુજન્ય બીમારીઓ ને ડામવા નગરપાલિકા તથા આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવળ્યું હોય તેમ ડેંગ્યુ ને કારણે ભગવતપરા માં રહેતા આશાસ્પદ યુવાન નું મોત નિપજતા પરીવાર માં કલ્પાંત છવાયો હતો.કરુણતા એ હતી કે યુવાન ની પત્નિ સગર્ભા હતી.અને થોડા દિવસ પહેલાં તેણીનાં શ્રીમંત નો પ્રસંગ ઘરે ખુશીખુશી ઉજવાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ભગવતપરા ચબુતરા સામે રહેતા આશિષભાઈ રમેશભાઈ મકવાણા ઉ.26 નું ડેંગ્યુ ને કારણે રાજકોટ ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આશિષભાઈ ને છેલ્લા સાત દિવસ થી શરીર માં તાવ રહેતો હોય પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સારવાર માં ખસેડાયાં હતા.પરંતુ સારવાર કારગત નિવડી ના હતી.
આશિષભાઈ નેશનલ હાઇવે ટોલનાકા પાસે આવેલી ખાનગી કંપની માં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. પિતા કડીયાકામ કરેછે.બે ભાઇ અને એક બેન નાં પરીવાર માં મોટા હતા. તેનાં પત્નિ હાલ સગર્ભા છે.
બ્લોક હેલ્થ ઓફિસર ગોયલ નાં જણાવ્યાં મુજબ ચોખ્ખા અને સ્વચ્છ પાણીમાં બેસતા એડીસ મચ્છર ને કારણે ડેંગ્યુ નો ખતરો સર્જાય છે.ગોંડલ માં યુવાન નાં મોત ની ઘટનાને લઇ ને ડેંગ્યુ નાં લક્ષણો અંગે નગરપાલિકા તથા આરોગ્ય તંત્ર દ્વારા લોક જાગૃતિ કરવી જરુરી બનીછે.