ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તહેવારમાં જ રોગચાળાનો ભરડો, તાવથી 11 માસના બાળકનું મોત

03:59 PM Oct 13, 2025 IST | Bhumika
Advertisement

તાવ, શરદી, ઝાડા ઉલટી સહિતના 1745 દર્દીઓથી હોસ્પિટલ ઉભરાય, કમળો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોડના કેસ નોંધાયા: 434 આસામીઓને નોટિસ ફટકારાઇ

Advertisement

દિવાળીનો તહેવાર નજીક આવી રહયો છે ત્યારે જ રોગચાળાએ અજગરી ભરડો લીધો છે ઝાડા-ઉલ્ટી , તાવ સહીતની બિમારીનાં 1745 જેટલા કેસ આરોગ્ય વિભાગનાં ચોપડે નોંધાયા છે. અને ડેન્ગ્યુ, ચિકન ગુનીયા , કમળો , ટાઇફોડનાં દર્દીઓ પણ નોંધાતા આરોગ્ય ભિાગમા દોડધામ મચી જવા પામી છે અને સિવિલ સહીતનાં ખાનગી દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાય રહયા છે તેમજ રોગચાળાનાં કારણે શરીરમા એક અગીયાર મહીનાનાં બાળકને તાવ ભરખી ગયો છે. ત્રણ દિવસમા તાવના સપડાયા બાદ આજે મૃત્યુ થયુ હતુ.

શહેરનાં આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગરમા ભીમરાવ નગરમા રહેતા મગનભાઇ બારૈયાનો 11 મહીનાનાં પુત્ર દેવાંશને ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી સ્થાનીક તબીબની દવા ચાલુ હતી દરમીયાન આજે વહેલી સવારે પરીવારજનોએ દેવાંશને જગાડતા તે ઉઠયો ન હોય બેભાન હાલતમા સારવાર માટે ઝનાના હોસ્પીટલમા ખસેડાયો હતો.

જયા ફરજ પરનાં તબીબે મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ આ અંગે આજીડેમ પોલીસે જરુરી કાર્યવાહી કરી હતી પ્રાથમીક તપાસમા મૃતક દેવાંશ બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો તેનાં પિતા રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. માસુમ પુત્રને તાવ ભરખી જતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરુપે છેલ્લા એક અઠવાડીયા કુલ 465 કલોરીન ટેસ્ટ કરવામા આવેલ છે.

રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 37351 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 745 ઘરોમા ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમા વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 564 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂવલ , હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 255 અને કોર્મશીયલ 179 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement