ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધી

12:25 PM Jul 24, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (3.0 નોટીકલ માઈલ્સ), મુર્ગા ટાપુ (1.3 નોટીકલ માઈલ્સ), અનનેમ ટાપુ-1 (6.1 નોટીકલ માઈલ્સ), અનનેમ ટાપુ-2 (5.8 નોટીકલ માઈલ્સ), અનનેમ ટાપુ-3 (6.1 નોટીકલ માઈલ્સ), અનનેમ ટાપુ-3 (5.3 નોટીકલ માઈલ્સ), અનનેમ ટાપુ-5 (4.8 નોટીકલ માઈલ્સ) અને અનનેમ ટાપુ-6 (5.1 નોટીકલ માઈલ્સ) સહિત કુલ 8 ટાપુઓ ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઈ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારોઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામુ તા.21-9-2025 સુધી અમલમાં રહેશે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement