માર્કેટ યાર્ડમાં આજથી જણસીની આવક બંધ કરાઇ: કાલથી રજાઓ
માર્ચ એન્ડિંગ ચાલતો હોય દરેક સરકારી કચેરીઓમાં હિસાબ સહિતની કામગીરી કરાતી હોય છે. નાણાકિય વર્ષ હોવાથી રાજકોટ યાર્ડમાં પણ આવતીકાલથી અઠવાડિયાની રજા જાહેર કરવામાં આવી છે. જેથી આજથી જ તમામ પ્રકારની જણસી નહી લાવવા ખેડૂતોને સૂચના આપી દેવામાં આવી છે.
મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતાં કમીશન એજન્ટ, વેપારીઓ તરફથી સને 2024.2025 ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું કામકાજ બંધ રાખવા કરેલ નિર્ણય અન્વયે તા.26.03.2025 ને બુધવાર થી 31.03.2025 સોમવાર સુધી મુખ્ય માર્કેટ યાર્ડનું (અનાજ) હરરાજીનું કામકાજ બંધ રહેશે.
આજ થી અનાજ વિભાગ (મુખ્ય યાર્ડ)ની તમામ જણસીઓની માલ આવકો/વાહનો માર્કેટ યાર્ડમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ દિવસો દરમ્યાન માર્કેટ યાર્ડમાં ખેડૂત ભાઈઓએ માલ વેચવા લાવવો નહી. તા.01.04.2025 ને મંગળવાર થી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે, તેમ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણી દ્વારા જણાવાયું છે.