For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમામ સરકારી કચેરીમાં કામ વગર આવતા લોકો માટે જાહેર કરાઇ પ્રવેશબંધી

12:46 PM Oct 16, 2024 IST | Bhumika
તમામ સરકારી કચેરીમાં કામ વગર આવતા લોકો માટે જાહેર કરાઇ પ્રવેશબંધી
Advertisement

જિલ્લા કલેક્ટર દ્વારા અપાયા આદેશ: વહીવટી કામો માટે અરજદારોને પડતી તકલીફ નિવારવા લેવાયો નિર્ણય

જામનગર શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓમાં લોકોને છેતરવાના અને ગેરમાર્ગે દોરવાના બનાવો સામે આવ્યા છે. કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, સેવાસદન જેવી મહત્વની કચેરીઓમાં બહારથી આવતા લોકો પાસેથી પૈસા પડાવવાના બનાવો બનતા હોવાની ફરિયાદો ઉઠી છે. કચેરીઓમાં ફોર્મ ભરવા, પ્રક્રિયા કરવા સહિતની માહિતી મેળવવામાં લોકોને અવરોધોનો સામનો કરવો પડે છે.

Advertisement

હેલ્પ ડેસ્કની સુવિધા ન હોવાથી અજાણ્યા અને અભણ લોકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાય છે. પરપ્રાંતિયો અને અભણ લોકોને મજબૂરીથી ફી આપીને કામ કરાવવાનો વારો આવે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં જામનગર કલેક્ટર કચેરીએ કચેરીઓમાં અનધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જામનગર કલેક્ટર કચેરી, શહેર અને તમામ તાલુકાઓની પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ઝોનલ કચેરીઓ, જી.જી. હોસ્પિટલ, જિલ્લા સેવાસદન, મહાનગરપાલિકાની કચેરી તેમજ તેના હેઠળ આવતી ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન-વ્યવહાર અધિકારીની કચેરી, આરટીઓ ચેકપોસ્ટ ખાતે સરકારી કામ માટે આવતા કે કામ કચરા લોકો સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળીને કચેરીઓમાં પ્રવેશ સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનના દરવાજા ઉપર જ જન્મ-મરણના દાખલાના રૂૂ. 50થી 300 સુધી ખુલ્લેઆમ લેવામાં આવે છે. આ જ રીતે કલેક્ટર કચેરીના દ્વારે પણ આવી જ વિવિધ દાખલા કઢાવી આપવાની કામગીરી કરી આપતા લોકો જોવા મળે છે.

જોકે, આ પ્રતિબંધ માત્ર તાત્કાલિક ઉકેલ છે. કાયમી ઉકેલ માટે કચેરીઓમાં લોકમદદની વ્યવસ્થા ઉભી કરવી જરૂૂરી છે જેથી લોકોને સરળતાથી માહિતી મળી શકે અને તેઓ છેતરાય નહીં. તા. 29 ઓક્ટોબર સુધીના પ્રતિબંધને બદલે કચેરીઓમાં લોક-મદદની વ્યવસ્થા જરૂૂરી છે. આ માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ.
લોકોને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે સરકારે કચેરીઓમાં પારદર્શિતા વધારવી જોઈએ. હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને લોકોને સહકાર આપવા માટે તાલીમ આપવી જોઈએ. આ સાથે જ, લોકોને જાગૃત કરવા માટે પ્રચાર-પ્રસાર કરવો જોઈએ જેથી તેઓ છેતરાય નહીં.
સરકારી કચેરીઓમાં લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. નહીં તો, લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement