રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેર ભાજપમાં વડાપ્રધાન મોદીને આવકારવા જબરો ઉત્સાહ: મિટિંગોનો ધમધમાટ

05:44 PM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારીયાદીમાં જણાવાયું હતું કે અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ બાદ સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 25 ફેબ્રુઆરીએ પધારી રહયા છે ત્યારે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત મેયર બંગલા ખાતે વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ સાથે 100 મી મીટીંગ યોજવામાં યોજવામાં આવેલ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શો તેમજ જાહેરસભામાં ઉમટી પડવા અનુરોધ કરવામાં આવેલ હતો.આ તકે સમાજના આગેવાનોએ પોતાના સમાજના લોકોને જેમાં ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર, કલાકારો દ્વારા સંગીત સંધ્યા, માલધારી સમાજ દ્વારા રાસ મંડળી, ક્ષત્રિય સમાજ દ્વારા બહેનો પરંપરાગત પોષાકમાં, યોગ બોર્ડ દ્વારા લાઈવ કાર્યક્રમ યોજાશે. નરેન્દ્રભાઈ મોદીના રોડ શોના માર્ગ પર ભવ્ય રામમંદિરની થીમ ઉભી કરાશે. આ સાથે તુરી બારોટ સમાજ રાવણ હથ્થા સાથે, શીખ, સીધી, વોરા સમાજ પોતાની બેન્ડ પાર્ટી સાથે ભાગ લેશે. ક્ષત્રિય સમાજ તેમના પરંપરાગત પોષાક સહિત વિવિધ સમાજના લોકો જાહેર સભામાં આવવા માટે આગેવાનોએ જણાવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ મહાનગર શહેર ભાજપના તમામ વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા તેમના વિસ્તારના લોકોને રોડ શો તેમજ જાહેરસભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ તેમના રોડ શોમાં એરપોર્ટથી લઈ રેસકોર્ષ સુધીના રોડ શોમાં રંગબેરંગી ફુગ્ગાઓ, ભાજપના ધજાપતાકા, ઝંડી ઝંડા અને ટોપી કેસરીયા ખેસ સાથે દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠશે. રોડ શોના ફુલ સ્ટેજ ઉપર શીખ, સિંધી, તુરી બારોટ પોત પોતાના વાજીંત્રો સાથે ઉપસ્થિત રહી સ્વાગત કરશે. જનસંઘ અને મીશાવાસીથી લઈ ભાજપના તમામ પૂર્વ હોદેદારો અને આગેવાનોને નિમંત્રણ રવાના કરાયા હતા. આ આગેવાનોને રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આમંત્રિતો અને આગેવાનો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવાશે. ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા ઉપસ્થિત રહેશે. શહેરના રાજમાર્ગો પર નરેન્દ્રભાઈ મોદીને આવકારતા બેનરો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ત્યારે આ તકે શહેર ભાજપની ટીમ અને સોશીયલ મીડીયા ટીમ તરફથી એક અનેરૂૂ છોગું ઉમેરવામાં આવશે તેવું શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું. આ ઉપરાંત એઇમ્સ હોસ્પિટલ, આતે તેમનો લોકાર્પણમાં સમયે લાસ્ટ નર્તન ઈન્સ્ટિટયુટ ઓફ કલાસના કલાકારીના સૌભ કલાસિકલ અને લોકનૃત્ય તેમજ ગુજરાતના ગરબા પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા મુખ્ય સ્ટેજ કાર્યક્રમમાં પ્રસિધ્ધ કલાકારોથી ગીતાબેન રબારી અને કલાવૃંદ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. નટરાજ ગૃપના 10 કલાકારો ઢોલ, છત્રી, શરવાઈ સાથે પ્રધાનમંત્રીશ્રીનું ઉત્સાહભેર સ્વાગત કરશે. તાંડવ નૃત્ય એકેડમીના 18 કલાકારો માંડવડી સાથે વિશિષ્ટ નૃત્ય રજુ કરશે. શકિત વૃંદના 18 કલાકારો દાંડિયા, રંગબેરંગી છત્રીઓ, રૂૂમાલ સાથે રાસ રજુ કરવામાં આવશે. શકિત વૃંદ, ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન ગરબા ક્ષેત્રેના કલાકારોને ગુજરાતના ગરબા પ્રસ્તુત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનાએ જણાવ્યું હતું કે તા. 25 ફેબ્રુઆરીએ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભામાં જાહેર જનતાને આવવા અનુરોધ કર્યો હતો.

Advertisement

વડાપ્રધાનની જાહેર સભામાં પ્રજાજનોને ઊમટી પડવા ધારાસભ્ય ટીલાળાની હાકલ
રાજકોટના રેસકોર્ષ ખાતે તા.25/2ના રોજ યોજાયેલ વડાપ્રધાન મોદીની જંગી જાહેરસભામાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ, રાજકોટની તમામ સામાજીક ધાર્મિક, વ્યાપારીક સંસ્થાઓ તથા એનજીઓ અને રાજકોટના પ્રજાજનોને આ સુવર્ણ તકનો લાભ લેવા બહોળી સંખ્યામાં ઉમટી પડવા ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ હાકલ કરેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement