રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાડીમાં સંતાડેલો રૂા.4,38,000ની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

12:09 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

રીનારી ગામે ખેડૂતની વાડીમાં પોલીસનો દરોડો: વાડી માલિકની અટકાયત: અન્ય એક ફરાર

Advertisement

 

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં એક ખેડૂતની વાડી પર પોલીસે દારુ અંગે દરોડો પાડયો હતો, અને વાડીમાં સંતાડવામાં આવેલો 4,38,000 ની કિંમતનો ઈંગ્લીશ દારૂૂ ની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને વાડી માલિકની અટકાયત કરી લીધી છે. ક્યારે દારૂૂના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે.

કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ. વી.એ. પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા ખેડૂત મનોજભાઈ દેવશીભાઈ પટેલની વાડીમાં ઈંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન ઉપરોક્ત વાડી માંથી 960 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો તેમજ 492 નંગ મોટી ઈંગ્લીશ દારૂૂ ની બાટલી સહિત કુલ 4,38,500 ની કિંમત નો ઇંગ્લિશ દારૂૂ મળી આવ્યો હતો. જે દારૂૂ નો જથ્થો પોલીસે કબ્જે કરી લીધો છે, અને વાડી માલિક મનોજ દેવશીભાઈ પટેલ ની અટકાયત કરી લીધી છે. જયારે તેને દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર કાલાવડ તાલુકાના મુળીલા ગામના મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજા ને ફરારી જાહેર કરાયો છે. જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Tags :
gujaratgujarat newsjamnagar newsjamnagarMake primaryliquor
Advertisement
Next Article
Advertisement