For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર પીજીવીસીએલના અધિક્ષક સામે મોરચો માંડતા ઇજનેરો

12:53 PM Mar 05, 2024 IST | admin
જામનગર પીજીવીસીએલના અધિક્ષક સામે મોરચો માંડતા ઇજનેરો
  • પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતું હોવાની રાવ: તા.18મીથી આંદોલનના મંડાણ: એસો. દ્વારા આવેદન

ગુજરાત ઈલેક્ટ્રિસીટી બોર્ડ ઇન્જીનિયર્સ આસોસીયેસન જામનગર યુનિયન દ્વારા મૌખિક અને લેખિતમાં ઈજનેરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે પીજીવીસીએલ અધિક્ષક ઈજનેર જામનગરને વારંવાર રજુઆત કરવા છતાં આજ સુધી કોઈ જ સુખદ નિરાકરણ આવેલ ન હોય પીજીવીસીએલ જામનગર સર્કલના તાબા હેઠળ ફરજ બજાવતા તમામ ઈજનેરોના પ્રશ્નો નિરાકરણ સબબ જીબીઆ યુનિયન દ્વારા આજરોજ અધિક્ષક ઈજનેરને આંદોલનની નોટિસ આપેલ છે.

Advertisement

હાલમાં જામનગર વર્તુળ કચેરી હેઠળ ફરજ બજાવતા નાયબ ઇજનેરોની વિનંતીથી બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે જેમાં આઠ દિવસ પહેલાં જામનગર ગ્રામ્ય ડિવિઝન ખાતે એ.આર.પરમાર વિનંતીની બદલીની અરજી કરવામાં આવેલ તેને ધ્યાનમાં લેવામાં આવી છે જ્યારે એચ.એચ.ત્રિવેદીનું વિનંતીથી બદલીના અગ્રતાક્રમમાં પ્રથમ ક્રમાંક હોવા છતાં મનઘડત રીતે તેમની વિનંતીથી બદલીની અરજી ધ્યાનમાં લેવામાં આવી નથી. એચ.એમ.માણેકને તેમનો ઇતિહાસ ફરજમાં ગંભીર બેદરકારીથી ખરડાયેલો હોવા છતાં તેમણે પીજીવીસીએલના જામનગરના હૃદય સમાન જીઆઈડીસી પેટાવિભાગીય કચેરીમાં નિમણૂક આપવામાં આવી છે જેમાં ડી.એચ.રાઠોડની વિનંતીથી બદલીની અરજી ધ્યાનમાં લેવામાં આવી નથી. પી.એચ જાદવની વિનંતીથી બદલીની અરજી સિક્કા તથા આમરણ પેટા વિભાગીય કચેરીની હતી તેને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી. માટે તાત્કાલિક આ બદલીના ઓર્ડર રદ કરી નિયમો અનુસાર તથા કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર વિનંતીથી બદલીના ઓર્ડર કાઢવામાં આવે તેવી અમારી માંગણી છે.

તાજેતરમાં પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજવતા ઇજનેરોને વધુ પડતું વીજ ચેકિંગ કરવાનું દબાણ કરવામાં આવે છે અને જામનગર વર્તુળ કચેરી હેઠળ દરરોજ સર્કલ વીજ-ચેકિંગ તાજેતરમાં પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજવતા ઇજનેરોને વધુ પડતું વીજ ચેકિંગ કરવાનું દબાણ કરવામાં આવે છે. અને જામનગર વર્તુળ કચેરી હેઠળ દરરોજ સર્કલ વીજ-ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવે છે જે નિયમ અનુસાર તદ્દન બિન કાયદેસર છે. નિગમિત કચેરીના પત્ર નંબર ઙૠટઈક/ઝયભવ/ટશલશ/ઉશદ ઈઘ ઉશિદય/152 ઉિ:ં-10/1/2023 થી દરેક વર્તુળ કચેરીને અઠવાડિયામાં એક સર્કલ અને બે ડિવિઝન ડ્રાઈવ યોજવાની ગાઈડલાઈન આપવામાં આવેલ છે તથા અનેક એસી કોન્ફરન્સની એમ.ઓ.એમમાં પણ તેનો ઉલ્લેખ છે માટે નિયમ અનુસાર ચેકિંગ યોજવામાં આવે તેવી અમારી માંગણી છે. 3),નાયબ ઈજનેર જી.બી.નકુમ પોતાની ફરજ પૂરા ખંત તને નિષ્ઠાથી નિભાવે છે, જેનાથી સમગ્ર મેનેજમેન્ટ વાફેક છે. છેલ્લા એક મહિના જેટલા સમયમાં તેમને ત્રણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે જે તદ્દન બિનવ્યાજબી છે. જી.બી.નકુમ વિરોધ કોઈ પ્રકારની ગ્રાહકોની ફરિયાદ નથી તથા તેમના ઉપરી અધિકારીની પણ ફરિયાદ નથી છતાં પણ એનકેન પ્રકારે માનસિક રીતે હેરાન કરી તેમનું મનોબળ તોડવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવે છે.ઇજનેરોએ આપેલ આવેદનમાં ચિમકી ઉચ્ચારી છે કે તા.18મીએ કાળીપટ્ટી બાંધી અને સુત્રોચ્ચાર કરાશે. તા.19 થી 26 સુધી વર્ક ટુ રૂલ મુુજબ કામ કરશે. તા.22મીએ પ્રતિક ધરણા, તા.27મીએ માસ સીએલ અને તા.28મીથી બેમુદતી હડતાળ પર ઉતરી જશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement