સુરેન્દ્રનગરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ એન્જિનિયરનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
11:42 AM Feb 14, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એન્જિનિયર નિલેશ દુધરેજીયાએ સવારે જોરાવરનગર રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.મળતી માહિતી મુજબ, દુધરેજીયાએ સવારે શહેરમાં દબાણ હટાવ કામગીરીમાં ભાગ લીધા બાદ આ પગલું ભર્યું હતું.
Advertisement
આત્મહત્યાના સમાચાર ફેલાતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે પોલીસે ઊંડી તપાસ શરૂૂ કરી છે. એન્જિનિયર દુધરેજીયાએ આવું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ તેમના પરિવારજનો અને સહકર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર સરકારી તંત્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
Advertisement
Advertisement