For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રતનપરમાં સગાઇ પ્રસંગે ધીંગાણું: પાંચ વાહનોમાં તોડફોડ

11:37 AM Feb 01, 2025 IST | Bhumika
રતનપરમાં સગાઇ પ્રસંગે ધીંગાણું  પાંચ વાહનોમાં તોડફોડ

સુરેન્દ્રનગરમાં પોલીસે 23 આરોપી સામે ફરિયાદ નોંધી: સાતની ધરપકડ

Advertisement

ફરજમાં રુકાવટ, કારને નુકસાન અને લૂંટની કલમ હેઠળ ગુનો નોંધાયો, અન્ય આરોપીની શોધખોળ

રતનપરમાં રહેતા એક અન્ય કોમના બીરાદરની દિકરીની તા. 30ના રોજ સગાઈ હતી. ત્યારે મોરબીથી આવેલા મહેમાન સાથે અગાઉના મનદુ:ખને લીધે મહેમાનોની 5 કાર પર પથ્થરમારો અને હથીયારોના ઘા કરી નુકસાન પહોંચાડયાની 23 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી.રતનપર હસ્તાપીરની દરગાહ પાસે મહેબુબભાઈ ફતેમહમદભાઈ ભટ્ટી રહે છે. તેમની દિકરી સુહાનાની સગાઈ ધ્રાંગધ્રાના સાહીલ ઈકબાલભાઈ જામ સાથે નક્કી થઈ હતી. તા. 30 જાન્યુઆરીના રોજ સગાઈનો પ્રસંગ હતો. જેમાં મહેબુબભાઈનો મીત્ર મોરબીના વીશીપરામાં રહેતો વલીમહમદ દાઉદભાઈ માણેક પણ આવ્યો હતો. ત્યારે વલીમહમદ સાથે અગાઉના મનદુ:ખને લીધે યાકુબ પઠાણ સહિત 23 શખ્સોએ દરગાહ પાસેના કોમન પ્લોટમાં પડેલ મહીન્દ્ર થાર, મારૂૂતી સ્વીફટ, સ્કોર્પીયો સહિત 5 કાર પર પથ્થરમારો કરી હથીયારો વડે ઘા કરી કારોને નુકસાન કર્યું હતુ. બનાવની જાણ થતા ફતેમહમદ સહિતનાઓ દોડી ગયા હતા. ત્યારે તેમના પર પણ પથ્થરમારો કરાયો હતો.આ સમયે ફતેમહમદભાઈએ મારી દિકરીનો પ્રસંગ ન બગાડો તેમ કહેતા યાકુબે મહેમાન વલીમહમદને અપશબ્દો કહી તને બહુ હવા છે, તેં મારી સામે પોલીસ કેસ કર્યા છે, તને મારી નાંખવો છે તેમ કહ્યુ હતુ. આથી ફતેમહમદ વચ્ચે પડતા તેમના ખીસ્સામાંથી રૂૂપીયા 20 હજારની લૂંટ ચલાવી હતી.

Advertisement

દરમિયાન પોલીસને આવતી જોઈ આરોપીઓ ભાગી ગયા હતા. બનાવની પોલીસ ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાતા જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાની સુચનાથી જોરાવરનગર પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, એલસીબી, પેરોલફર્લો સ્ટાફ આરોપીઓની તપાસમાં નીકળ્યો હતો. જેમાં આરોપીઓ યાકુબ પઠાણના મકાનના ધાબા પર હોવાની બાતમી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે મકાનના ધાબા પરથી 13 આરોપી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ સમયે થયેલ ભાગાભાગીમાં 2 આરોપીઓને ઈજા પણ પહોંચી હતી. જેમાં પોલીસે 13 શખ્સો સામે પોલીસ પર પથ્થરમારો કરી ફરજમાં રૂૂકાવટની ફરિયાદ નોંધી છે.

આ બનાવમાં પોલીસે 7 આરોપીઓને ઝડપી લીધા છે.આ ઘટનામાં પોલીસમાં ફરજની રૂકાવટ કરનારમાં યાકુબ ઉર્ફે યાકુબડો કાળુખાન પઠાણ, સુલતાન કરીમભાઈ માલાણી, આમીન દિલુભાઈ કટીયા, સોહીલ મહેબુબભાઈ પઠાણ, ઈકબાલ અબ્બાસભાઈ મોવર, સુભાન અબ્બાસભાઈ મોવર, ઈમરાન ગફુરભાઈ માલાણી, યાસીન સલીમભાઈ મોવર, મોહંમદ કરીમભાઈ સામતાણી, સદ્દામ આદમભાઈ કટીયા, ફીરોઝ દિલુભા કટીયા, વિષ્ણુ બાબુભાઈ મીઠાપરા, પ્રહલાદ ભુપતભાઈ પુરબીયા તેમજ કારને નુકસાન અને લૂંટના આરોપીઓમાં યાકુબ કાળુખાન પઠાણ, કકો કાળુખાન પઠાણ, સદ્દામ આદમભાઈ કટીયા, ફીરોઝ દીલુભાઈ કટીયા, અલ્તાફ હમીદભાઈ જામ, ડાડુ હમીદભાઈ જામ, હસો હમીદભાઈ જામ, ઈમરાન ગફુરભાઈ માલાણી, મહમદ કરીમભાઈ સામતાણી, આમીન દિલુભાઈ કટીયા, સુભાન અબ્બાસભાઈ મોવર, મોહસીન અબ્બાસભાઈ મોવર, મુસા મહમદભાઈ માલાણી, મોહસીન મહમદભાઈ માલાણી, સલીમ મસાલો, મુના સલીમભાઈ, માસ્ક સલીમભાઈ, અયુબ મુસાભાઈ કજુડીયા, રાજાબાબુ રાયસંગભાઈ માલાણી, રમજાન રાયસંગભાઈ માલાણી, સલીમ શાહરૂૂખભાઈ મોવર, યાસીન સલીમભાઈ મોવર, ઈકબાલ સલીમભાઈ કટીયા હોવાનુ જાણવા મળ્યુ હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement