શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરનાર કર્મચારીઓ દાઝયા
રાજકોટ તા.31 રોજ શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગતતા.28ના રોજ જોખમી તાપણુ કરવાની બનેલી ઘટનાના સમાચાર સોશિયલ મીડીયામાં વાઇરલ થયા હતાં. જેના સંદર્ભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીએ તા. 30 ડિસેમ્બરને સોમવારે શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનીશિયન અને બે આયુર્વેદિક ઇંટર્નને બોલાવીને રુબરુ ચર્ચા કરી હતી. જેમાં ધ્યાનમાં આવ્યું કે વિડીયોમાં જે બેદરકારી જોવા મળેલી છે, તે ગંભીર બાબત છે. તેને ધ્યાને લઇને શાપર સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવેલો છે. તેમને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે તાકીદ કરવામાં આવી છે.
બે આયુર્વેદિક ઇંટર્નને સ્થળ બદલવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આઉટસોર્સિંગ એજન્સીમાંથી કામ કરતા ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ટેકનીશિયનને દોષીત ગણીને આઉટસોર્સિંગ એજન્સીને જાણ કરી તેમને છુટા કરવા કાર્યવાહી કરવામાં આવેલી છે. તેમ રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.