For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કર્મચારીઓની વીજળિક હડતાળ : આધારકાર્ડ કેન્દ્રોને તાળાં લાગતા દેકારો

04:40 PM Mar 20, 2024 IST | Bhumika
કર્મચારીઓની વીજળિક હડતાળ   આધારકાર્ડ કેન્દ્રોને તાળાં લાગતા દેકારો
  • મામૂલી પગારમાં નોકરી કરતા આધારકાર્ડ વિભાગના કર્મચારીઓની ભૂલ માટે પેનલ્ટી કપાતા આજે કામનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો

મહાનગરપાલિકાના એક ખાસ વિભાગના દરરોજ અરજદારોની લાઇનો જોવા મળતી હોય છે. જે આધારકાર્ડ વિભાગ છે. જેમાં ખાસ કરીને સોમવાર અને બુધવારના રોજ સવારથી અરજદારો લાઇનમાં ગોઠવાઇ જતા હોય છે. ત્યારે જ આજે બુધવારના દિવસેજ આધારકાર્ડ વિભાગના કર્મચારીઓએ પેન્લટીના વિરોધ સાથે હડતાલ ઉપર ઉતરી જતા મનપાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે આધારકાર્ડ કેન્દ્ર પર સવારથી લાઇનમાં ઉભેલા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો જેથી આધારકાર્ડ વિભાગના અધિકારીએ તૂંરત અન્ય કર્મચારીઓની વ્યવસ્થા ઉભી કરવા માટે દોડાદોડી શરૂ કરી દીધી હતી.
મહાનગરપાલિકાની ઇસ્ટ-વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધારકાર્ડની તમામ પ્રકારાની કામગીરી કરવામાં આવી રહે છે. જેમાં આજે આધારકાર્ડ કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓએ સાવરથી કામનો બહિષ્કાર કરી હડતાલ ઉપર ઉતરી જતા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. પરિણામે આધારકાર્ડ વિભાગના કેન્દ્રના અધિકારીઓ તુરંત કેન્દ્ર ખાતે દોડી ગયા હતા અને આ હડતાલ મુદ્દે જણાવેલ કે ત્રણેય ઝોનલ કચેરીનો કામ એક એજન્સીને આપવામાં આવ્યુ છે. એજન્સી દ્વારા સરકારે નિયત કરેલ પગાર ચૂકવવામાં આવે છે.

Advertisement

પરંતુ કામનો ભારણ હોવાના કારણે અમુક વખત કર્મચારીઓ દ્વારા નાની-મોટી ભૂલો થતી હોય છે. તેની સામે એજન્સી દ્વારા ભૂલ કરનાર કર્મચારીને પેન્લટી ફટકારી પગારમાંથી પૈસા કપાવાનુ ચાલુ કરતા અમુક કર્મચારીનો પૂરો પગાર પેલન્ટીમાં જતો રહેતો હોય આ મુદ્દે કર્મચારી વર્ગમાં ઘણા સમયથી અસંતોષ વ્યાપયો હતો. અને આ મુદ્દે એજન્સીને ફરીયાદ કરવામાં આવેલ છતા આજ સુધી કોઇજાતના પગલા ન લેવાતા આજે બુધવારે સૌથી વધુ અરજદાર આવતા હોય એજન્સી આંખ ઉઘડવા મુકો જોઇને પેલન્ટીના મુદ્દે તમામ કર્મચારીઓ હડતાલનો માર્ગ આપનાવ્યુ છે. છતા તંત્ર દ્વારા આધારકાર્ડની કામગીરી ચાલુ રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવા કવાયત હાથ ધરી છે. અને ટૂંક સમયમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે એજન્સી સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં કર્મચારીઓ દ્વારા હડતાલનો માર્ગ ન આપનાવવો પડે અને અરજદારોને પરેશાની ન વેઠવી પડે. છતા આ લખ્યા છે ત્યાં સુધી બપોરના 3 વાગ્યા સુધીમાં આધારકાર્ડ કેન્દ્રો ઉપર અલીગઢી તાળા જોવા મળી રહ્યા છે. અને અરજદારો તડાકામાં પરેશાન થતા જોવા મળી રહ્યા છે.

Advertisement

પ્રશ્ર્નનું નિરાકરણ લાવો અન્યથા આંદોલન : અતુલ રાજાણી

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી જણાવે છે કે આજે રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો પર લોકો સવારથી આવેલ હોય અને અલીગઢી તાળા જોવા મળ્યા હતા જાણવા મળ્યા મુજબ ઓપરેટરો અને આધાર એજન્સી વચ્ચે ની લડાઈમાં પ્રજાનો ખો નીકળી ગયો છે આજે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન માં આધાર કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે. લાંબા સમયથી આધાર કાર્ડ માટે લોકોને કલાકો સુધી તપ કરવું પડે છે હાલ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ દીકરી દીકરાના એડમિશન લેવાના હોય આધાર કાર્ડમાં જે કાંઈ સુધારા વધારા કરવાના અત્યંત જરૂૂરી હોય છે. જે પગલે સવારે છ વાગ્યાથી લાઈનો લાગી જાય છે અને આ લોકોને આકરા તાપમાં પણ આજે ઘેર જવાનો વારો આવશે જોકે આજ સાંજ સુધીમાં આ અંગે યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલથી આંદોલન કરવું પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement