મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને લોકસભાની ચૂંટણીની કામગીરી સોંપવાની મનાઈ
- શિક્ષણ વિભાગે ચૂંટણીપંચને લેખિતમાં પરીપત્ર મોકલ્યો : ચૂંટણી સિવાયની પણ કામગીરી નહીં સોંપવા આદેશ
લોકસભાની ચૂંટણીની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પરીપત્ર બહાર પાડી રાજકોટ સહિત રાજ્યભરમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાના અસંખ્ય કર્મચારીઓને ચૂંટણીની ફરજ નહીં સોંપવાનો આદેશ કર્યો છે. અને આ અંગેનો પરિપત્ર ચૂંટણી પંચને મોકલી આપવામાં આવ્યો છે.લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા એકપરીપત્ર બહાર પાડી રાજકોટ સહિત રાજ્યભરમાં મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને ચૂંટણીની ફરજ નહીં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્રની નકલ ચુંટણી પંચને મોકલી આપી છે.જ્યારે પરિપત્રમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી સિવાયની પણ કામગીરી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને નહીં સોપવાનો આદેશ કર્યો છે.પરિપત્રમાં જણાયા પ્રમાણે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો પાસેથી ચૂંટણીલક્ષી કામગીરી, કુટુંબ કલ્યાણલક્ષી કામગીરી, નાની બચતની કામગીરી, પોલિયો રસીકરણની કામગીરી, સાક્ષરતા અભિયાનની કામગીરી, વસ્તીગણતરીની કામગીરી, બાળનીધીની કામગીરી, રેસનીંગ કાર્ડને લગતી કામગીરી અને રાહતની કામગીરી પણ નહીં કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. ફક્ત મધ્યાહનભોજનની જ કામગીરી કરવાની રહેશે.