દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી કેસમાં 83%નો વધારો થશે
રાજકોટમાં કોઈ પણ ઘટના બાદ સમયસર મદદ મળી રહે તેના માટે 72 એમ્બ્યુલન્સ સાથે 108ની 270 ટીમ તૈનાત રહેશે
દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આવેલી 108ની ટીમ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. દિવાળીના સમયે બનતી અકસ્માત અને અન્ય ઈમરજન્સી ઘટનાઓમા 83% જેટલો વધારો જોવા મળે છે તેને ધ્યાનમાં રાખી 108ની ટીમની કર્મચારીઓ 24/7 ખડેપગે રહેશે.108 ઇમરજન્સી સર્વિસ વધારાના સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. ઈમરજન્સી દવાનો જથ્થો, ઓક્સિજનની વ્યવસ્થા અને વધારાના સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તહેવારોને ધ્યાનમાં રાખીને 108ની ટીમ સતત ખડેપગે રહીને લોકોની સેવામાં તૈનાત રહેશે.
એમ્બ્યુલન્સની સેવા ખોરવાઈ નહીં તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા 108 ના કો-ઓર્ડિનેટર જયેશભાઈ કારેણાએ ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 108ની 72 જેટલી એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે. તહેવારો દરમિયાન અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે જેથી 108ની ટીમ સતત ખડેપગે રહીને કાર્યરત રહેશે.
સૌથી વધારે રોડ અકસ્માત અને દાઝી જવાના કેસ સામે આવે છે દિવાળીના તહેવારોમાં 108માં કોલની સંખ્યા સામાન્ય દિવસ કરતા વધુ રહે છે. સામાન્ય દિવસ કરતા દિવાળીના પાંચ દિવસમાં 108માં 8 થી 10 ટકા વધુ ફોન આવે તેવી શક્યતા ને ધ્યાને લઇ 108 સેવાને વધુ સર્તક રહેવા સુચના આપવામાં આવી છે. દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના તહેવારોમાં સામાન્ય દિવસ કરતા અકસ્માત, વાઇરલ તાવ, દાઝવાના બનાવો વધી જતા હોય છે. 108ની ટીમે દ્વારા છેલ્લા 18 વર્ષના તહેવારોના આંકડા પરથી ખાસ ફોરકાસ્ટ ટેબલ તૈયાર કરી 108ની સર્વિસની જરૂૂરિયાતમાં કેટલા ગણો વધારો થશે તેનો અંદાજ લગાવી તે મુજબ ટીમ તૈયાર કરાઈ છે. ફોરકાસ્ટ મુજબ ટ્રોમાના કેસ સામાન્ય દિવસના 20થી 22 હોય છે જે દિવાળી દરમિયાન બમણા એટલે કે 45 થી 55 થઈ જાય છે.સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં ત્રણ દિવસ સુધી મેડિકલ ઇમરજન્સીના કેસોમાં 83%નો વધારો જોવા મળે છે.
જેના કારણે રાજકોટ શેહેર અને જિલ્લાની કુલ 72 એમ્બ્યુલન્સ સાથે 270નો સ્ટાફ સ્ટેન્ડ-યુ રાખવામાં આવશે. સામાન્ય રીતે દિવાળીના દિવસો દરમિયાન ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે કેટલાં વાહનોની જરૂૂર રહેશે ? તે માટે છેલ્લા 18 વર્ષના ઇમરજન્સી સેવાના કેસને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષે રાજકોટ શહેરમાં 23 અને જિલ્લામાં 20 મળી કુલ 40 એમ્બ્યુલન્સ વાન રાઉન્ડ-ધ-ક્લોક કાર્યરત રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ દિવસ સુધી લગભગ બમણા કેસ નોંધાય છે. અર્થાત ટ્રોમાના કેસ 40 થી 45 જોવા મળે છે. તેથી રાજકોટ શહેરની 17 સહિત જિલ્લામાં 40 એમ્બ્યુલન્સ વાન તહેનાત કરવામાં આવી છે.
તેથી 108માં ફરજ બજાવતા 230 આરોગ્ય કર્મીની રજાઓ રદ કરીને તહેવારો દરમિયાન ફરજ બજાવવાનું જણાવાયું છે. દિવાળીના તહેવારોમાં રોડ અકસ્માત, હદયરોગ , તાવ, પ્રસુતા મહિલાઓને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં સ્થળ પર જ સારવાર મળી રહે તે માટે ઓક્સીજન તેમજ દવા સહિતનો વધારાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. લોકો તહેવારો દરમિયાન બહારગામ હરવા ફરવા વધુ પ્રમાણમાં જતા હોવાથી અકસ્માતની સંભાવના વધે છે.
તેમજ બહારનો ખોરાક ખાવાથી તબીયત બગડતી હોવાથી આ સંજોગોમાં ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે રાજકોટ શેહર-જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવાની સમયસર મદદ મળી રહે તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ઈમર્જન્સી માટે 108 સેવાની તમામ 72 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ કરાઈ છે જે શહેર તેમજ જિલ્લા બધે જ ગણતરીની મિનિટોમાં પહોંચે તે માટે અલગ અલગ લોકેશન પર રાખવામાં આવશે.