રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વધુ 78 વીજજોડાણમાંથી રૂપિયા 35.40 લાખની વીજચોરી પકડાઈ

12:53 PM Aug 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર શહેરમાં આજે બુધવારે સતત ત્રિજા દિવસે પણ વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને 47 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન 78 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને 35.40 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે બુધવારે સવારે જામનગર શહેરના કૌશલ નગર, હાપા માર્કેટિંગ યાર્ડ, સિલ્વર સોસાયટી કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ, એકડે એક બાપુની દરગાહ જોડીઆભૂંગા માધા પર ભૂંગા અને જામનગર દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
47 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરાવવામાં આવી હતી, જેના માટે 15 એસઆરપી ના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.

સમગ્ર દિવસ દરમિયાન કુલ 533 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા.જે પૈકી ? વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂૂપિયા 35.40 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા ત્રણ દિવસના સમય ગાળા દરમિયાન એક કરોડ 16 લાખની વીજળી પકડી પાડવામાં આવી છે.

Tags :
Electricity theftgujaratgujarat newsjamnagar news
Advertisement
Next Article
Advertisement