રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રિક્ષાચાલકોના ત્રાસથી સિટી બસ ડ્રાઈવરોની વીજળિક હડતાળ

03:57 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

શહેરીજનોની પરીવહનની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 90થી વધુ સીટીબસ દોડાવવામાં આવી રહી છે પરંતુ અનેક વખત સીટીબસના ડ્રાઈવરો અથવા કંડક્ટરો દ્વારા કોઈને કોઈ કારણોસર હડતાલ કરી દેવાય છે જેના કારણે પેસેન્જરો પરેશાન થઈ જાય છે. તેવું આજે પણ બનવા પામ્યું હતું. ત્રિકોણબાગ ખાતે પેસેન્જર બાબતે રિક્ષા ડ્રાઈવરો સાથે સીટીબસના ડ્રાઈવરને માથાકુટ થતાં રિક્ષાચાલકોના ત્રાસનો વિરોધ કરી ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી જતાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રિક્ષાના ત્રાસ સામે પોલીસમાં રજૂઆત કરવાની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો.

Advertisement

ત્રિકોણબાગ ખાતે આજે સવારે સીટીબસસ્ટેન્ડમાં રિક્ષાવાળાઓ ઘુસી જતાં ડ્રાઈવરોએ તેનો વિરોધ કર્યો હતો. છતાં રોજની માથાકુટ હોવાથી ડ્રાઈવરોએ નમતુ જોખેલ પરંતુ સીટીબસમાં બેસવા જતાં પેસેન્જરોને બસની બાજુમાં રીક્ષારાખી લઈ જવાનીકોશીષ રિક્ષાચાલકોએ કરતા તેમજ સીટીબસ આડે રીક્ષાઓનો થપ્પો લગાવી દેતા અમુક ડ્રાઈવરોને આ બાબતે રિક્ષાચાલકોને ટપારતા માથાભારે રિક્ષાચાલકોએ ડ્રાઈવરોને ધોલધપાટ કરી હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે મામલો બીચકતા તમામ સીટીબસના ડ્રાઈવરોએ સ્ટેન્ડ ઉપર બસ મુકી હડતાલ ઉપર ઉતરી જતાં મનપાના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યારે સીટીબસના ચાલકોએ જણાવેલ કે, ત્રિકોણબાગમાં સીટીબસના સ્ટેન્ડમાં દરરોજ રીક્ષાઓ ઉભી રાખી દેવામાં આવે છે. એન ડ્રાઈવરો દ્વારા દાદાગીરી સીટીબસના ડ્રાઈવરોને ધમકાવવામાં આવે છે. જેમાં આજે પણ બસ આડી રીક્ષા રાખી પેસેન્જર ભરવાબાબતે માથાકુટ કરી ડ્રાઈવરો સાથે ઝપાઝપી કરી હતી આ રોજનો ત્રાસ ચલાવી લેવામાં નહીં આવે તેવી જ રીતે શહેરના રસ્તાઓ ઉપર પણ રીક્ષા ડ્રાઈવરો દ્વારા સીટીબસસ્ટેન્ડની આજુબાજુ રીક્ષાઓ ઉભી રાખી સીટીબસની જગ્યા બંધ કરી દેવાતી હોય છે.

અગાઉ આ બાબતે અવાર નવાર રજૂઆતો કરવામાં ાવી છે. છતાં મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ જાતનીકામગીરી કરવામાં આવી નથી. જેમાં આજે રિક્ષા ચાલક સાથે ઝપાઝપી થતાં ડ્રાઈવરોએ રિક્ષાચાલકોના ત્રાસથી છુટકારો મેળવવા માટે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અધિકારીઓની સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો છતાં બે કલાક સુધી સીટીબસ સેવા ખોરવાતા વિદ્યાર્થીઓ અને કાયમી અપડાઉન કરતા પેસેન્જરોએ ના છુટકે મોંઘાભાવનું રીક્ષાભાડુ ચુકવવું પડ્યું હતું.

Tags :
city busgujaratgujarat newsrajkotrajkot newsstrike
Advertisement
Next Article
Advertisement